ઔર યે મૌસમ હંસીં… કોર્પોરેટ્સમાં SWOT એનાલિસિસ આઉટડેટેડ થઇ ગયું છે?

-દેવલ શાસ્ત્રી
1960ના દાયકામાં બજારોમાં મોટી હિલચાલ થતી ન હતી અને ટેકનોલોજી સહિત દુનિયાનો વિકાસ પ્રમાણમાં ધીમો હતો. મોટાભાગના પ્રોજેક્ટ પરંપરાગત શૈલીથી ચાલતા હતા એ સમયે વિશ્વભરમાં SWOT એનાલિસિસ એક સુપરહીરોની જેમ ઊભરી આવ્યું.
દુનિયામાં ટેકનોલોજીનો ધડાકો કે ઇન્ટરનેટની દુનિયા હજુ દૂરનું સ્વપ્ન હતું ત્યારે આલ્બર્ટ હમ્ફ્રેના મગજમાંથી જન્મેલું આ સાધન ચાર સરળ શબ્દો Strengths, Weaknesses, Opportunities, Threats (SWOT)ની તાકાતે વ્યવસાયોને તેમની સ્થિતિ સમજવામાં અને ભવિષ્યનો રોડમેપ ઘડવામાં મદદ કરતું હતું. SWOT એનાલીસીસની શરૂઆત 1960ના દાયકામાં સ્ટેનફોર્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI)માં થઈ હતી. આલ્બર્ટ હમ્ફ્રે અને એમની ટીમે ‘ફોર્ચ્યુન 500’ કંપનીઓની નિષ્ફળ યોજનાઓનું મૂળ કારણ શોધવાનો પ્રયાસ કર્યો હતો.
આ કંપનીઓ અચાનક શા માટે નિષ્ફ્ળ જતી હતી એનો અભ્યાસ દરમિયાન swot પદ્ધતિ અમલમાં આવી. એક સરળ 2ડ્ઢ2મેટ્રિક્સ જે આંતરિક (શક્તિ- નબળાઈ) અને બાહ્ય (તક- જોખમ) પરિબળોને વ્યવસ્થિત રીતે કંપની અને વ્યક્તિગત રીતે ગોઠવવામાં આવે પછી જે જવાબ આવે એના પરથી કોર્પોરેટ કેસ સ્ટડી કરવામાં આવતા હતા. SWOT એનાલિસિસથી વ્યક્તિગત અથવા કોર્પોરેટનું આંતરિક અને બાહ્ય પરિબળોનું વ્યવસ્થિત વિશ્ર્લેષણ કરવામાં આવતું હતું. એની શક્તિ અને તકનો ઉપયોગ કેવી રીતે કરવો અને નબળાઈ તેમજ જોખમને કેવી રીતે ઘટાડવા તે અંગે અભ્યાસ કરી શકતો હતો. સ્પર્ધકોની સરખામણીમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે આ પદ્ધતિ કામ લાગતી હતી.
આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : પુરાણકથા… ઈતિહાસ-સાહિત્ય ને માનવજાતના અસ્તિત્વ માટે કેટલી પ્રેરણાદાયી?
1970 અને 80ના દાયકામાં SWOT એ વૈશ્વિક બજારોમાં ઝંડો લહેરાવ્યો. મોટાં કોર્પોરેટ્સથી માંડીને નાના વ્યવસાયો સુધી આ ટૂલનું એકચક્રી શાસન ચાલતું હતું. સમય અને જરૂરિયાત મુજબ નાના- મોટા સુધારા એમાં થતાં રહ્યા.
કાળક્રમે SWOT એક એવું સાધન બની ગયું, જે બોર્ડરૂમથી લઈને બિઝનેસ સ્કૂલ્સ સુધી ગુંજતું હતું. જેમ જેમ વિશ્વ બદલાયું તથા બજારો ગતિશીલ બન્યા અને નવી નવી ટેકનોલોજીએ પોતાનો ડંકો વગાડતાં SWOT ની ચમક ઝાંખી પડવા લાગી.
2025ના આધુનિક ડિજિટલ યુગમાં જ્યારે અઈં અને ડેટાની દુનિયામાં દુનિયા પ્રતિપળ બદલાઈ રહી છે ત્યારે જઠઘઝ એક એવો હીરો છે જેની સમય સાથે ચમક ઝાંખી પડી રહી છે. કોર્પોરેટ્સમાં પૂછાતો પ્રશ્ન છે કે શું SWOT ખરેખર આઉટડેટેડ થઈ ગયું છે?
આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : ‘Mayday’ -‘મેડે’….‘મેડે’: એ શબ્દ નથી પણ વિશાળ ચિંતન છે
આજનો યુગ ડેટાનો છે, જ્યાં ટેસ્લા,એમેઝોન કે ગૂગલ જેવી જાયન્ટ કંપનીઓ બિગ ડેટા અને AI નો ઉપયોગ કરીને ગ્રાહકના વર્તનની આગાહીઓ અને વ્યૂહરચનાઓ ઘડે છે. બીજી તરફ, SWOT ચર્ચાઓ અને વ્યક્તિગત અભિપ્રાયો પર આધારિત છે. એ આ ડેટા-આધારિત રેસમાં પાછળ રહી જાય છે. SWOT તો એસીના દાયકામાં બનેલા સ્ટીલ -સ્થિર ફોટોગ્રાફ જેવું છે ને આજની દુનિયા તો વીડિયોગ્રાફીની છે. એમાં SWOT ઘણું પાછળ પડી ગયું છે. વ્યક્તિ પોતાની ખામી- ખૂબીઓ શોધે એ પહેલા સોશિયલ મીડિયા કે ગૂગલ જેવા જાયન્ટ પાસે પડેલા ડેટા પરથી વ્યક્તિ કે કોર્પોરેટ્સને વધુ વિશ્વસનીય રીતે જજ કરી શકો છો.
દુનિયાના જાયન્ટ્સ કોર્પોરેટનું પ્લાંનિંગ AI-આધારિત ગ્રાહક ડેટા પર ચાલે છે, જ્યાં SWOT જેવું ટૂલ નજીવું લાગે છે. ‘માઈક્રોસોફટ’ના વડા સત્ય નાડેલાના કથન મુજબ આજે ડેટા એ આધુનિક યુગનું સોનું છે એમાં SWOT તો પિત્તળ જેવું લાગે! ઇ-કોમર્સના યુગમાં ઝડપી વિકાસના સમયમાં જો તમે ઝડપથી બદલાવ નહીં તો પછી બજાર તમને બદલી નાખશે.
SWOT આજે પણ બિઝનેસ અને મેનેજમેન્ટ અભ્યાસક્રમોમાં કોર્પોરેટ્સના વ્યુહની વિચારસરણી સમજવા કામ લાગી શકે છે. સ્ટુડન્ટ્સને કંપનીઓની પરિસ્થિતિનું મૂલ્યાંકન સમજવા મદદરૂપ થઇ શકે, પણ ભવિષ્યની નીતિ બનાવવામાં હવે તેનો ઉપયોગ ખાસ ફાયદાકારક રહ્યો નથી. આજે દુનિયા ડિઝાઈનનું માર્કેટ બનવા લાગ્યું છે.
આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : વરસાદી રોમાન્સ: હે તેરા ઇન્તઝાર… હે તેરી હી ઉમ્મીદ!
ડિઝાઇન થિંકિંગ એક વિશાળ વિષય છે, જે ગ્રાહકનો પ્રોડક્ટ માટેનો અનુભવ અને તેમાં રહેલી ખામીઓના ઉકેલો પર કેન્દ્રિત છે. આજના ગ્રાહક-કેન્દ્રિત બજારોમાં વધુ અસરકારક છે. લેટેસ્ટ મોબાઈલની ડિઝાઇન થિંકિંગનો ઉપયોગ પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં ગ્રાહક અનુભવને પ્રાથમિકતા આપવા માટે કરે છે.
આધુનિક ટેક્નોલોજીમાં રિયલ ટાઇમ ડેટા એનાલિટીક્સ ડેશબોર્ડ્સ બજારના ટ્રેન્ડ્સ, સ્પર્ધકોની ગતિવિધિઓ અને કોર્પોરેટ્સની આંતરિક કામગીરીનું સતત મૂલ્યાંકન કરતું રહે છે.
ઝડપી ડેશબોર્ડ્સ માટે SWOT તો શાંત અને ધીમું છે. સતત અપડેટ થતા ડેટા-આધારિત કોર્પોરેટ્સ પાસે ધીમી ગતિએ મૂલ્યાંકન કરવાનો સમય જ નથી. એક માર્ગ બંધ હોય અથવા સિગ્નલ ચુકી ગયા તો ગૂગલ મેપ સેકંડના સોમાં ભાગમાં નવો માર્ગ બતાવે છે. એ જ રીતે ઇ-કોમર્સ કંપનીઓ રિયલ ટાઇમ- ડેશબોર્ડનો ઉપયોગ ગ્રાહક ખરીદીના ટ્રેન્ડ્સ, ઇન્વેન્ટરી અને સ્પર્ધકોની કિંમતોનું નિરીક્ષણ કરીને તત્કાલ નવી પોલિસી ઘડી નાખે છે. SWOT એનાલીસીસ એક સમયે બજારોનો નાયક હતી, પણ આજના જમાનામાં ડેટા-આધારિત યુગમાં એક જૂની યાદગીરી જેવું લાગે છે.
આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : બધાને પજવી રહ્યો છે `તમને શું લાગે છે…?’નો ચેપી રોગ
આજે ભલે નાના વ્યવસાયો, પરંપરાગત વ્યવસાય, શૈક્ષણિક સંદર્ભો અને નોન ટેક્નિકલ ક્ષેત્રોમાં SWOT એક મર્યાદિત પરંતુ ઉપયોગી સાધન છે એ ખરું, પણ 2030 સુધીમાં તો AI અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ SWOTને ભૂંસી નાખશે.
ધ એન્ડ :
જૂના નાયકો ભૂલાય છે, પરંતુ એમની વાર્તાઓ નવા નાયકોને પ્રેરણા આપે છે.