ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર
આશાવાદી કોને કહેવાય?
- છૂટાછેડા પછી ફરી જીવનસાથીની શોધ ચલાવે એ
જોડી સ્વર્ગમાં રચાય તો છૂટાછેડા કોર્ટમાં કેમ?
- ઉપરનો હિસાબ નીચે ચૂકતે કરવા !
સાળાને ક્યારે સાલો કહેવો પડે?
- જીજાજીના ખાનગી પરાક્રમો બહેનાને બતાવી દે ત્યારે.
બાર વર્ષે બાવો બોલે તો રોજ કોણ બોલે?
- બાપા– બૈરી ને બોસ.
મિસ્ટ્રી અને મિસ્ત્રી વચ્ચે શું ભેદ?
- સ્ત્રી અને ઈસ્ત્રી જેટલો. વેલકમ ડ્રીંકમાં શરબત, કોલ્ડ્રિંક અપાય તો
- ગુડ બાય ડ્રીંકમાં શું આપવું?
ગુજરાતમાં પ્લેઈન વોટર…સાદું પાણી ને
- બીજે ‘પેલું’ વોટર !
મારે એની તલવાર… ના મારે તો?
- મ્યાનમાં તલવાર.
નાક કપાય ત્યારે ?
- ત્યારે બેન્ડ એઈડ ન મરાય … જમાનો બદલાઈ ગયો એટલે?.
- આવા વાહિયાત સવાલના મફત જવાબ આપવા પડે એ!
અમારા ઘરમાં ટાવર પકડાતું નથી.
- -તો પડોશીને પકડો.
દુર્યોધન, સંશોધન, ઉદ્બોધન… આ બધા ભાઈઓ હશે?
- સંશોધનને પૂછી લેજો….
સત્તાવાર વાર છે કે તહેવાર?
- વ્યવહાર.
આંટીઘૂંટીમાં આંટી સૂતરની હોય તો?
- સૂતરફેણી બનાવી દો.
મને રાત્રે ઊંઘમાં ખરાબ સ્વપ્ન આવે છે…
- -તો દિવસે સૂવાનું રાખો…! .
આ પણ વાંચો….રમૂજી સવાલના મનમોજી જવાબ