ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર

કચરો કેટલાં પ્રકારનો હોય?

  • ભીનો સૂકો- મિક્સ અને જાહેરમાં અપમાન જેવો લાઈવ કચરો…!
    સૌથી ચિંતાતુર વ્યક્તિ કોણ ગણાય?
  • જેની કાળી વિગના વાળ સફેદ થયા હોય…
    પ્રેમરોગ શેનાથી મટે?
  • આશિકના મિલન અને દિલની દવાથી.
    લટ્ટુ એટલે?
  • લલનાને પૂછજો.
    પહેલો સગો પડોશી…તો બીજો સગો ?
  • પડોશણ!
    કોઈ હાથ ઊંચા કરી દે. પછી શું?
  • એને પગ ઊંચા ન કરવા દેતા, નહીંતર એ તમને લઈને પછડાશે!
    પર્દાફાશ થયા પછી શું?
  • ઢાંકપિછોડો.
    ક્લિનચિટ એટલે?
  • ચિટિંગનું નવું નામ-નવું રૂપ…
    રૂપ તેરા મસ્તાના.. કાયમ આવું હોય?
  • ના, એ ક્યારેક રૂપ તેરા ફસાના પણ થાય
    દિવસ ધોળો અને રાત કાળી કેમ?
  • એમની મરજી …

    સાધુ તો ચલતા ભલા. અને સંસારી?
    ભાગતા ભલા ! સોનું ક્યારે ખરીદાય?.
  • પૈસા હોય ત્યારે…
    કેરી કયારે ખાવી?
  • ખિસ્સામાં ‘ખનખન’ બોલતા હોય ત્યારે નહીંતર એની અવેજીમાં સક્કર ટેટી!
    દેખાડો એટલે ?
  • ખોટનો ખાડો.
    ઘરમાં વીજળી બચત માટે શ્રેષ્ઠ ઉપાય?
  • બત્તી-પંખા એસી બંધ રાખો!
    છૂંદણાં અને છૂંદા વચ્ચે ફરક કેટલો?
  • સલમાન અને વિવેક ઓબેરોય જેટલો!

    આ પણ વાંચો… રમૂજી સવાલના મનમોજી જવાબ


દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button