રમૂજી સવાલના મનમોજી જવાબ…

દર્શન ભાવસાર
લલાટે લખાયેલા અને લમણે લખાયેલા વચ્ચે ફરક શું?
- મહેમાન અને માથે પડેલા મહેમાન જેટલો….
પૈસા વસૂલ ક્યારે થાય? - અલબત્ત, પૈસા ખર્ચ્યા પછી…
ગ્રહ નડતરની ખબર કેવી રીતે પડે? - જ્યારે આપણો જ્યોતિષ પણ આડો ચાલવા માંડે ત્યારે.!
નારદ મુનિ આજે જીવતા હોત તો? - પોલીસ ફરિયાદ અને કોર્ટ કેસમાં ઉછાળો આવે…
અમદાવાદી ભગવાન પાસે કયું વરદાન માગે? - એ જ કે ‘હું મિસ્કોલ મારું ને તું તરત પ્રગટ થા!’
જન્માષ્ટમીએ જુગાર રમાય. અને નોમના દિવસે? - પારણાં કરવાના અને જુગાર રમતાં પકડાયા હોય એને જામીન અપાવવાના….
કોનો વાળ કોઈ વાંકો ના કરી શકે? - ટાલિયાનો…
ગાંડો ગામ વસાવે. તો ડાહ્યો? - ઘર વસાવે…
સ્ત્રીના વાળ લાંબા કેમ હોય? - કામ પડતાં મૂકીને વાળ ઓળવાની ક્રિયામાં વધુ ટાઈમપાસ કરી શકે એટલે…
પત્નીને ટાલ પડે તો? - પતિએ પણ ટકલું કરાવવું પડે…
‘દેખા હૈ આંખોમેં પ્યાર.’ તો મન અને દિલના પ્રેમનું શું? - બેન્ક લોકરમાં સાચવીને રાખવાના.
સત્તા આગળ શાણપણ નકામું. તો શું કામનું?. - તમારી બેન્ક બેલેન્સ!
પાણી પૂરીવાળા હડતાળ પર જાય તો? - એની તીવ્ર પ્રતિક્રિયા સૌપ્રથમ તમારા રસોડામાં આવે!
ભલી વ્યક્તિ કોને ગણવી? - લોન લઈને પણ આપણને જે ઉછીના પૈસા આપે એ!
ફરી લવ સ્ટોરીની ફિલ્મોનો જમાનો આવી ગયો? - હા, ભૂતડા ભૂતડી જોયા પછી પ્રેમલા-પ્રેમલીનો વારો તો
આવેજ ને ?!
આ પણ વાંચો…રમૂજી સવાલના મનમોજી જવાબ