
દર્શન ભાવસાર
પત્નીને કેવી રીતે રાજી રાખી શકાય?
- બજેટ કેટલું છે?
ઓછું ભણેલી કોઈ યુવતી લેક્ચરર કેવી રીતે બની શકે? - પરણીને પતિને લેક્ચર આપીને.
ઘરવાળી અને બહારવાળીમાં ફરક શું? - સંબંધ- સંબોધન ને સરનામાંનો!
શિક્ષિકા જ્યારે વિદ્યાર્થીને ભગાડી જાય તો કયો સિદ્ધાંત લાગુ પડે? - પ્રેમ પલાયનવાદનો….
સમોસા, જલેબી, પકોડા, વડાપાંઉ શરીર માટે હાનિકારક હોય તો બીજું ખાવું શું? - બોસના ઠપકા અને પત્નીનાં મ્હેણાં!
જમાઈને ક્યાં સુધી કુમાર કહેવા જોઈએ? - નજર સામે હાજર હોય ત્યાં સુધી…
પત્તાનો મહેલ બને તો ઝૂંપડી કેમ નહીં? - પૈસા ઓછા મળે એટલે કારીગરો ના પાડતાં હશે…
કાગડો બોલે તો મહેમાન આવે. પણ મહેમાન માથે પડે તો? - યજમાને બોલવું પડે…
ડોક્ટર બીમાર પડે તો ક્યા ડોક્ટરની દવા લે? - ફી ન લે એવા ડોક્ટરની…
ઘરડાં ગાડાં પાછા વાળે તો જુવાનિયા શું કરે? - કાર કઈ આવે…લોનથી!
જે કદી ના ઊગે એ ક્યો વડ? - બેવડ- ત્રેવડ ને ચોવડ.
દોઢ ડહાપણ કોને કહેવાય? - જે એકથી વધુ અને બેથી ઓછો હોય એને!.
જન્મ દિનની ઉજવણી ક્યારે યાદગાર બને?. - કોઈ પણ પાર્ટી આપ્યા વગર ઢગલાબંધ ગિફ્ટ મળે ત્યારે !
જેની પાસે કાર ન હોય એને શું કહેવાય? - ટીકાકાર…!
આ પણ વાંચો…રમૂજી સવાલના મનમોજી જવાબ…