ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ…

દર્શન ભાવસાર
નાક દબાવવાથી શું થાય?
Also read : રમૂજી સવાલના મનમોજી જવાબ
- સામેવાળી વ્યક્તિ પૈસેટકે હળવી થાય .
 શેઠ-બોસની શિખામણ ઝાંપા સુધી તો પત્નીની?
- પત્નીની શિખામણ લગ્ન ટકી રહે ત્યાં સુધી..!
 ઈ- કંકોત્રી મોકલનારને ઈ- ચાંલ્લો મોકલીએ તો ચાલે?
- હા, એ પણ ઈ- જમણવાર યોજશે !
 સમૂહ લગ્નની જેમ સમૂહ છૂટાછેડા કેમ થતાં નથી?
- ધાર્યા કરતાં વધુ દંપતી છૂટા પડવા ઊમટી ન પડે એ માટે!
 બાળ હઠ, સ્ત્રી હઠ – રાજ હઠથી વધારે અઘરી હઠ કઈ?
- જામી પડેલા મહેમાનોની અતિથિ હઠ.
 દાંતનું ચોકઠું રંગીન હોય તો?
- એ માટે ચહેરો પણ રંગવો પડે
 શેરમાર્કેટમાં ધોવાણ પછી રોકાણકારો રડે પછી શું ?
- રડવા દો તેજી વખતે આપોઆપ હસવા માંડશે
 ટાલવાળા કેવી રીતે નસીબદાર ગણાય?
- હેર-કટ અને હેર- ઓઈલનો ખર્ચ બચે એટલે!
 ‘વીર…વાળો’ ટાઈટલની ગુજરાતી ફિલ્મો કેમ હવે બનતી નથી?
- કોઈ ’ વીર’ નિર્માતા હાલ માર્કેટમાં નથી !
 બાળક જન્મ પછી કેમ રડે છે?
- ‘સંસારમાં પછી રડવાનું જ છે ’ એમ ધારીને એ આગોતરી પ્રેકટિસ કરે છે !
 પુત્રના લક્ષણ પારણામાં, વહુના લક્ષણ બારણામાં.. તો સાસુનાં લક્ષણ ?
- મેરેજ રિસેપ્સનમાંથી !
 આવક વેરાની જેમ આળસ વેરો લેવાય તો?
- ક્યો આળસુ એ વેરો ભરવા જશે ?
 નેતાજી પ્રજાને વચન કેમ આપતાં હશે?
- પોતે ભૂલી શકે અને પ્રજા યાદ રાખી શકે એ માટે
 બદામ ખાવાથી યાદશક્તિ વધે?
- ના, કરજ વધે !
 ક્ધયા ઘોડા પર બેસીને પરણવા આવે તો એને ક્ધયા ઘોડો કહેવાય?
- ના, એના ભાવિ વરનો ઘોડે નારાજ થઈ જાય.!
 હાથના કર્યા હૈયે વાગે. તો પગના ક્યાં વાગે?
- આપણી બેન્ક બેલેન્સમાં !
 
 
 
 


