તસવીરની આરપાર : આપણી મહિલા સશક્તીકરણનાં દરેક મોરચે અગ્રેસર…

-ભાટી એન.
હિન્દુસ્તાનમાં અનેક ભાષા ભિન્ન ભિન્ન રીતરિવાજ છે, તેમાંય હિન્દુ, મુસ્લિમ, પારસી, ક્રિશ્ર્ચિયન જેવા અનેક ધર્મ છે, તેમાં મહિલાઓ માટે અલગ અલગ કાયદાઓ હતા અને આજે પણ અમુક જ્ઞાતિમાં મહિલાઓ ભલે સ્વતંત્ર હોય તેમ છતાં રૂઢિગત રિવાજ હોય છે. ભારતની સરકાર અને તમામ સમાજમાં મહિલાઓ માટે માન સન્માન ઊભું થયું છે. તે જોતા આવતા દિવસોમાં મહિલાઓનું ભાવી ઉજળું છે અને હોવું જ જોઈએ. આજની મહિલા તમામ મોરચે અગ્રેસર ભૂમિકા નિભાવે છે, અને નીડર, નિર્ભય બની બિન્દાસ બોલે છે, તો હું માનું છું કે તમામ માતા, પિતા પોતાનું સંતાન દીકરો હોય કે દીકરી હોય સમાન દૃષ્ટિથી જુએ છે,,,! આજે ભ્રૂણ હત્યાનાં કિસ્સા જૂજ પ્રમાણમાં જોવા મળે છે, જોકે તેમાં સરકારનું કડક વલણ પણ કામ કરે છે, પણ જૂના જમાનાની મહિલાઓ સાડી (એક લાંબું કપડું જેને શરીરની ફરતે વિંટાળી શકાય) અને સલવાર-કમીઝ પહેરે છે. બિંદી (ચાંલ્લો) એ ભારતીય મહિલાઓ માટે મેકઅપનો એક ભાગ છે.
પરંપરાગત રીતે લાલ બિંદી અને સિંદૂર ફક્ત લગ્ન કરેલી હિન્દુ મહિલાઓ જ પહેરી શકતી હતી. પણ આજની મહિલા મોડર્ન બની ગઈ છે,,,!. જીન્સ પેન્ટ, ટીશર્ટ પહેરે છે, બિન્દાસ ટુ વહીલર, ફોર વહીલર ફેરવે છે, તમામ જોબ કરે છે ને તમામ વિભાગમાં મહિલાઓનો હિસ્સો બરાબર છે. આજે મહિલાઓમાં જાગ્રતતા આવી છે, સરકારે પણ ક્ધયા કેળવણી ફ્રી કરી છે તેમજ સરકારી સ્કૂલમાં ટ્રાયસિકલ પણ આપે છે, સ્કોલરશીપ આપે છે તેમાં જાગ્રતતા લાવવા માટે ભારત સરકાર દ્વારા દીકરીઓને કાયદાઓથી માહિતગાર કરવામાં આવે છે, જો પતિ તેની પત્નીને મારઝૂડ કરે કે કનડગત કરે તો તેના માટે પણ ખાસ કાયદાથી પોતાનું સુરક્ષા કવચ કરી શકે છે.
ભારતમાં મહિલાઓને 33% ભાગીદારી કોર્પોરેશન, પાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતને સરપંચ તો બને છે પણ ભારતનાં રાષ્ટ્રપતિ જે પ્રથમ નાગરિક પણ દ્રૌપદી મુર્મૂજી છે, કૉંગે્રસ અગ્રણી નેતા સોનિયા ગાંધી પણ મહિલા છે,1966: ઈન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યાં. 1970: કમલજીત સંધૂ એશિયન રમતોત્સવમાં સુવર્ણ પદક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા. 1972: કિરણ બેદી ભારતીય પોલીસ સેવામાં જોડાનાર પ્રથમ મહિલા બન્યા. 1979: મધર ટેરેસાએ નોબલ શાંતિ પુરસ્કાર જીત્યો, આમ કરનાર તેઓ ભારતના પ્રથમ મહિલા નાગરિક બન્યાં હતાં.
આ પણ વાંચો….તસવીરની આરપાર : ઉનાળાનું અમૃત ફળ તરબૂચ ખાવ ને શીતળતાની તૃપ્તિ કરો તંતોતંત
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 મી માર્ચે ઉજવાય છે. મહિલા દિવસની ઉજવણીનું કારણ એ છે કે મહિલાઓને દરેક ક્ષેત્રમાં પુરૂષો જેવો દરજ્જો મળે છે, પગારથી લઈને હોદ્દા સુધી કોઈપણ ભેદભાવ દૂર થયાં છે. આ 1908 માં થયું હતું, જ્યારે અમેરિકામાં મજૂર આંદોલન શરૂ થયું હતું, જેમાં 15 હજાર મહિલાઓએ માંગ કરી હતી કે તેમના કામના કલાકો ઘટાડવા જોઈએ અને તેમના પગારમાં વધારો કરવો જોઈએ. આ સાથે મહિલાઓને પણ મતદાનનો અધિકાર મળવો જોઈએ. બીજા વર્ષે 1909માં મહિલા દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી.
મહિલાઓને મજબૂત કરવા માટે, સરકાર દુર્વ્યવહાર, લિંગ ભેદભાવ, સામાજિક અલગતા અને મહિલાઓ વિરુદ્ધ હિંસા વગેરેને રોકવા માટે ઘણા પગલાં લઈ રહી છે. મહિલાઓના સાચા વિકાસ માટે સરકારે પછાત ગ્રામીણ વિસ્તારોમાં જઈને ત્યાંની મહિલાઓને સરકાર દ્વારા અપાતી સુવિધાઓ અને તેમના અધિકારો વિશે જાગૃત કરે છે.આવું એટલા માટે કરે છે કે તેમનું ભવિષ્ય સારું બની શકે. મહિલા સશક્તીકરણના સ્વપ્નને સાકાર કરવા માટે છોકરીઓના શિક્ષણને મહત્ત્વનું પ્રોત્સાહન આપવામાં આવે છે. મહિલા સશક્તીકરણને ખૂબ જ સરળ શબ્દોમાં વ્યાખ્યાયિત કરી શકાય છે કે તે મહિલાઓને શક્તિશાળી બનાવે છે, જેથી તેઓ તેમના જીવન સાથે સંબંધિત તમામ નિર્ણયો પોતાની જાતે લઈ શકે.
વાંકાનેરમાં સુરક્ષા સેતુ સોસાયટી મોરબી અંતર્ગત મહિલા સ્વરક્ષણ તાલીમ આપવાનું કાર્ય સરકારે પૂરજોશમાં ઉપાડેલ છે!?. જી, હા, મોરબી જિલ્લાની સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વિધા ભારતી સંકુલ ખાતે માધ્યમિક શાળા જવાહર વિદ્યાલય મોરબી અને એલ. કે. સંઘવી સ્કૂલની વિધાર્થીનીઓને સતત 15 દિવસ સુધી કરાટેનાં દાવ શિખવાડેલ. મોરબીથી ખાસ ટ્રેનર આવી તાલીમ આપતા હતા અને મહિલાઓ માટે નવા કાયદાનું માર્ગદર્શન આપવામાં આવેલ.
તેમજ સમાપન સમારોહની પૂર્ણાહુતી પ્રસંગે આઈ. જી. પી. અશોકકુમાર, સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, મોરબી એસ. પી. રાહુલ ત્રિપાઠી તેમજ ડી. વાય. એસ. પી. સમીર સારડા. ચીફ ઓફિસર ગિરીશ સરૈયા એ હાજરી આપી હતી. તેમની હાજરીમાં ખાસ પોલીસ ચોકી મંડપમાં બનાવેલ, જેમાં ફરિયાદ કે એફ. આઈ.આર. કેવી રીતે નોંધાય, તમામ વિભાગની કામગીરી કેમ થાય તેની સમજણ આપેલ, જેલ પણ બનાવેલ અને અત્યાધુનિક રાયફલનું પ્રદર્શન રાખેલ. આથી અભ્યાસ કરતી ક્ધયાઓને માહિતગાર કરવામાં આવેલ. તેમજ આઈ. જી. પી. અશોકકુમારની હાજરીમાં તમામ વિદ્યાર્થીનીઓએ કરાટેનાં દાવ કરેલા અને બાળાઓ હાથેથી બે નળિયાં ફોડતી હતી, તો એક બાળા માથેથી નળિયાં ફોડતી હતી. આજની મહિલા તાકાતવર બની પોતાની સુરક્ષા કરી શકે છે. તેનાથી માહિતગાર કરી એક અનોખા કાર્યક્રમની તસવીર જોઈ તમામ મહિલાઓને જાણકારી મળશે.
આ પણ વાંચો….તસવીરની આરપાર : લીલામાંથી લાલ થાય મરચું તો રસોઈનો શહેનશાહ કહેવાય…