ઈન્ટરવલ

તસવીરની આરપારઃ ડી.જે.- કેસિયો પાર્ટી – બેન્ડ- બાજાનો યુગ આથમતો જાય છે!

ભાટી એન.

બેન્ડબાજામાં આમ તો યુરોપિયનોની છાંટ જોવા મળે તેમાં પણ ક્લાત્મક એક સરખા ડ્રેસ જે જોતાવેંત તમને તદ્દન ભિન્ન જોવા મળે. બેન્ડનો અર્થ: સમૂહમાં વગાડવાનું યુરોપીય પદ્ધતિનું લશ્કરી વાદ્ય, તેમાં ઘણા સંગીત સાધનો (વાદ્ય) જોવા મળે તેમાં મૂળ નાયક ફ્યુટ (વાંસળી અત્યાધુનિક) વગાડે. બેન્ડબાજામાં ઓન્લી ફોર ફ્યુટ દ્વારા સંગીતથી ગાવાનું કઠિન કામ છે, પણ આ કલા વારસાગત પણ હોય છે. અમુક જ્ઞાતિનાં લોકો બેન્ડબાજા વગાડતાં હોય છે.

સમૂહમાં શિસ્તબધ્ધ લાઈનમાં ઊભા રહી મુખ્ય નાયક જે ગીત ગાય તેની પાછળ બધા સૂરતાલ સાથે તેમના વાધો તેમ જ ઢોલ, નગારા સાથે જોવા મળે. લગ્નપ્રસંગ કે અન્ય શુભપ્રસંગની ધામધૂમથી ઉજવણી કરવા માટે લોકો બેન્ડબાજા, ડીજે, બગી, ઘોડી, વગેરેનું એડવાન્સમાં સિસ્ટમ ભાડેથી બોલાવે છે.

આજકાલ પ્રથમ ક્રમે ડી.જે. આવે જેમાં મોટા મોટા સાઉન્ડ સિસ્ટમ મેટાડોરમાં બાંધી પાછળ એન્જીનમાં ચાલુ કરી ઇલેક્ટ્રિક પાવર ઉત્પન્ન કરી તેમાં લેપટોપમાંથી કે યૂ ટ્યુબમાંથી મોબાઈલ કનેક્ટ કરી ગીતો ફાસ્ટ વાગે અને લોકો તેના તાલે નાચે અને તમારા મનગમતા ગીતો વગાડી શકો. કોઈ પણ ધાર્મિક કે સામાજિક પ્રસંગે D. J. હોટ ફેવરિટ થઈ ગયું છે.! જી હા. જેમાં કોઈ વ્યક્તિ ના હોય તોય ચાલે અને ભરપૂર સંગીતનાં તાલે નાચ ગાન થઈ શકે અને તે વ્યાજબી ભાવે D. J. ભાડે જોઈએ તેટલા તમારા બજેટમાં મળી જાય છે.

બીજા ક્રમે આવે કેસિયો પાર્ટી જેમાં એક લારી હોય તેમાં માઈક લગાવેલ હોય, જે બેટરીથી વાગે તેમાં એક ગાયક કલાકાર હોય અને ઢોલ નગારાની ધૂમ વાગે. એટલે લગ્ન પ્રસંગે કે અન્ય કાર્યક્રમમાં કેસિયો પાર્ટીને બોલાવે. ત્રીજા ક્રમે આવે બેન્ડ બાજા, જેમાં એક ફ્યુટ માસ્ટર હોય અને તેમાં ઘણા બધા સંગીત વાધો સાથે ગ્રુપમાં ઓન્લી સંગીતનાં તાલે જ ચાલે, જેમાં ગીતો મૌખિક ગવાય નહીં, અને બેન્ડબાજા, D. J. અને કેસિયો પાર્ટી કરતા મોંઘુ હોવાથી અમુક લોકો જ તેને પ્રિફર કરે. આજનાં ફાસ્ટયુગમાં ડી. જે. અને કેસિયો પાર્ટી યુગ ચાલે છે.

આથી લગ્નસરામાં કે અન્ય પ્રાસંગિક પર્વે બેન્ડ બાજાવાળાને ઓછા બોલાવે છે. એવું લાગે છે કે બેન્ડ બાજાનો યુગ આથમતો જાય છે, તેમ છતાં અમુક જ્ઞાતિનાં લોકો બેન્ડ બાજા વગાડી આ કલાને જીવંત રાખી રહ્યાં છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button