રમૂજી સવાલના મનમોજી જવાબ | મુંબઈ સમાચાર
ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર

દીકરાને કૃષ્ણ બનાવવા ઈચ્છતી માતા પતિને કૃષ્ણ થતો કેમ રોકે છે?
બન્નેના તોફાનના પ્રકાર અને પાત્ર જુદા હોય એટલે…

ભગવાન કયું ચલણ-કરન્સી વાપરે છે?
દાન પેટીમાં આવેલું….

ખુદાબક્ષ પાસેથી દંડ કેમ વસૂલવામાં આવે છે?
એ બક્ષિસ ના આપતો હોય એટલે…

બોલે એના બોર વેચાય. અને મૌન રહે તો?
માલ ઘરજમાઈની જેમ પડ્યો રહે….

શાસ્ત્રમાં 68 તીર્થનો મહિમા છે. હવે, 69મું નવું તીર્થ કયું?
સસુરાલ…

નાકનો સવાલ આવે ત્યારે?
જો નફાકારક લાગે તો નાક પણ કપાવી લેવું!

સંજોગનો શિકાર બનેલો અહિંસક રહે કે હિંસક બને?
એનો આધાર જોગ-સંજોગ પર છે.

કોઈ માતા- પિતા અને ભાઈ-બહેન તુલ્ય બની શકે તો પત્નીતુલ્ય કોને બનાવાય?
પ્રેમિકાને….જો હોય તો !

ઘરજમાઈ થવાના ફાયદા શું?
પત્નીને પિયર મૂકવા – લેવા જવાની કડાકૂટ મટે…

સાળી અર્ધી ઘરવાળી તો સાળો?
પૂરો પેધી પડેલો…!

ઘરમાં પણ રાજકારણ શરૂ થાય તો?
ચૂંટણી વિના પક્ષના રસોડા ને રૂમ જુદા થવા માંડે….

મંકોડી પહેલવાન બને તો પછી કીડીએ શું કરવાનું?
કુસ્તીબાજ બનવાનું.

મત દાન- રક્ત દાન- ક્ધયા દાન પછી મળે શું?
સંતો-દાન…!.

એક ચતુર નાર બડી હોશિયાર.. બાકીની નારીનું શું?
બાકીની થઈ જાવ સાવધાન!

માંગીને લેવું.. મારીને લેવું. એમાં સારું શું?
જે પણ સાવ મફત મળે એ…!

ડહાપણની દાઢ આવે તો દાંત કેમ નહીં?
ડહાપણ તો 32 દાંતને વહેંચવું પડે…!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button