ઈન્ટરવલ

પવનચક્કીથી ઊર્જા કઈ રીતે ઉત્પન્ન થાય છે?

તસવીરની આરપારઃ ભાટી એન.

આજનો યુગ ફાસ્ટ છે. વિજ્ઞાન, ટેક્નોલોજી, ડિજિટલ જેવો ઝડપી છે. સાચી વાત તેમાં જો ખૂબ મહત્ત્વ હોય તો વીજળી(ઊર્જા)નું છે. એટલે જ સૂરજદાદા આપણા પોષક દેવ છે. તેના વિના બધું અંધકાર લાગે તોય આપણે તેની કિંમત કરતા નથી. પણ રાત્રે સૂરજદાદાની ગેરહાજરીમાં વીજળી જરૂરી છે. અગાઉ વીજળી બલ્બ, ટ્યૂબલાઈટ, પંખો ચલાવામાં થતો પણ આજે દરેક કાર્યમાં વીજળીની જરૂર પડે છે.

અત્યારે ભારતનું અર્થતંત્ર પેટ્રોલ, ડીઝલ પર નિર્ભર છે. એટલે આપણે બીજા દેશ તરફ નિર્ભર રહીએ છીએ પણ આવતા દિવસોમાં તમામ વાહનો ઇલેક્ટ્રિકથી ચાલે તેવી મુહિમ ભારત સરકાર કરી રહ્યું છે, જેથી ભારતમાં જ વીજળીનું માતબર ઉત્પાદન થાય તે માટે તોતિંગ પવન ચક્કી, વિધુત ચક્કી, Windmill જેવા વિવિધ પ્રયોગ થાય છે.

ભારતમાં ઊર્જા માટે મોટરકાર, ટ્રક, રેલવે એન્જિન, સ્કૂટર, જનરેટરમાં અને પેટ્રોલ અને ડીઝલ વપરાય છે. તેની જગ્યાએ વીજળીથી આ બધું ચાલે અને એ વીજળી ભારતમાં ઉત્પન્ન થાય તે માટે ઘર પર સોલાર પેનલ લગાવવામાં આવે છે. તો સરકાર પોતાની માલિકીના બિલ્ડીંગ અને મોટા ખુલ્લા મેદાનમાં સોલાર પેનલો નાખી સૂરજદાદા પાસેથી વીજળી મેળવે છે, પણ બુદ્ધિજીવીઓ પવનચક્કીને પ્રોત્સાહન આપે છે અને પવનદાદા પાસેથી વીજળી લેવાનું મહા અભિયાન ચાલે છે, ભારતમાં વેરાન જમીન પુષ્કળ પડી છે.

તેમાં અસંખ્ય પવનચક્કીઓ નાખવામાં આવે છે જ્યાં પવન વધુ ફૂંકાતો હોય તેવા દરિયા કિનારે રણ પ્રદેશ કે જંગલમાં ખાલી જગ્યામાં આજે હજારો પવન ચકકીએ વીજળીની ક્રાંતિ કરી છે. રાજસ્થાન જેસલમેર રણ વિસ્તાર કે કચ્છ કે અમારા કાઠિયાવાડમાં આવી પવનચક્કીઓ ખૂબ જોવા મળે છે. આથી આગામી દિવસોમાં ભારત પેટ્રોલ, ડીઝલને બદલે આવી ઊર્જા તરફ પ્રગતિ કરે છે, જેમાં પ્રદૂષણ પણ નથી થતું. આવી વિરાટકાય પવનચક્કીઓ કરોડો રૂપિયાની બને છે તેના પર જરા પ્રકાશ પાડું છું.

પવનચક્કીનાં પ્રકાર જોઈએ નક્કર થાંભલાવાળી પવનચક્કી,પોલા થાંભલાવાળી પવનચક્કી, ટાવરવાળી પવનચક્કી, ધુમ્ર પવનચક્કી તેમાંથી અત્યારે Windmill પવનચક્કી વિશે જાણીએ. પવનચક્કીના એક પાંખીયાની લંબાઈ 265 ફૂટ અને ટાવરની હાઈટ 565 ફુટ હોય છે. જેમાં ટાવરવાળી પવનચક્કીમાં 256 ફૂટનો ટાવર તેની ઉપર લોખંડનાં ભૂંગળાનો ટાવર તેમાં તેને લગાવા 270 મીટર ઊંચી ક્રેનથી આખી પવનચક્કી લગાવવામાં આવે છે! તે ક્રેનની કિંમત 45 કરોડની હોય છે પણ તેનું કામ કમાલનું હોય છે. આપણું ઘર જેવડું ડોમ હોય જેની સાથે ત્રણ પાંખિયા લગાવવામાં આવે છે. જેની લંબાઈ અંદાજે 256 ફૂટ હોય છે.

પવનચાલિત ટર્બાઇન: તે એક ઉપકરણ છે જે પવનની ગતિ ઊર્જાને વિદ્યુત ઊર્જામાં ફેરવે છે. આજના સમયમાં જયારે અશ્મિભૂત ઇંધણ જેવા સંસાધનનો જથ્થો ઝડપભેર ઘટી રહ્યો છે ત્યારે આ કુદરતી સ્ત્રોતમાંથી મળતી ઊર્જા આશીર્વાદ રૂપ સાબિત થાય તેમ છે. કોલસો બાળતા થર્મલ પાવર સ્ટેશન ઘણું પ્રદુષણ ફેલાવે છે, જયારે આ ઊર્જા પ્રદુષણ રહિત પણ હોય. સમક્ષિતિજ ધરીના પવનચાલિત ટર્બાઇનના માળખાને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચી શકાય છે.

રોટર(પાંખિયા): તે પવનની ગતિ ઊર્જાની મદદથી ધરીને ફેરવે છે. પવનચાલિત ટર્બાઇનની કુલ કિંમતના આશરે 20 ટકા જેટલી કિંમત રોટરની હોય છે.

જનરેટર: જે ધરીની ચક્ર ગતિનો ઉપયોગ કરીને વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરે છે, જેમાં ચક્ર ગતિને વધારવા વપરાતા ગિયરબોક્સનો પણ સમાવેશ થાય છે, પવનચાલિત ટર્બાઇનની કુલ કિંમતના આશરે 34 ટકા જેટલી કિંમત જનરેટરની હોય છે. આવી અત્યાધુનિક પવનચક્કી આશીર્વાદ રૂપ સાબિત થઈ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button