મહારાષ્ટ્રની ચૂંટણીમાંથી શું બોધ લેવાનો?
- જોડે (સખણાં ) રે જો રે રાજ… !
સો દા’ડા સાસુના, એક દા’ડો વહુનો. તો બિચારા સસરા જમાઈ માટે શું? - બારેમાસ હાજી..હા’ની ગુલામી!
ભસતાં કૂતરા કરડે નહીં એવી કહેવત છતાંય કૂતરા કેમ કરડે છે.? - કૂતરાની નવી પેઢીએ એમના બાપ-દાદાના સમયની આ કહેવત નહીં સાંભળી હોય.
અડ્યા વિના કયા કામ થઈ શકે? - અડ્યા વિના નડી જરૂર શકાય…
માતા-પિતા તીર્થ છે, તો પત્ની શું છે? - જીવંત તીર્થ.
૧૧૧૧ નંબર લેવા માટે કાર માલિકો લાખો રૂપિયા કેમ ખર્ચે છે? - એક્કા બનવાના અભરખા….
લગ્નની સિઝન હોય તો કુવારા માટે શું ? - પરણે નહીં ત્યાં સુધી બારેમાસ ઓફ્ફ સિઝન…
મારી પત્નીને ભણવાની ઈચ્છા થાય છે.. - કેમ અત્યાર સુધી ઘરે એ ‘પાઠ’ નથી શીખવતી ?
પલાયનવાદ કોને કહેવાય? - પારકા પૈસા- પત્ની કે પ્રેમિકા લઈને ચૂપચાપ પલાયન થઈ જાય એ…
રામાયણ – મહાભારત જેવા આજના જમાનાના ગ્રંથ કયા? - હજી લખાઈ રહ્યા છે : ‘રામાયણનું મહાભારત..’
મારે લેખક બનવું છે. શું કરું? - આજથી સો દિવસ સુધી મને રોજ એક પોસ્ટકાર્ડ લખો.. લખતા આવડી જશે.
ઠવફતિંફાામાં લવ લેટર લખાય? - લખાય ને મોકલાય… અને એકથી વધુ પ્રેમિકાઓ હોય તો ફોરવર્ડ પણ કરાય!
જૂઠું બોલવાનું ફાયદો શું? - એવો સાચો જવાબ જાણવા મળે કે…
માણસનો પડછાયો લાંબો થવા માંડે તો ? - માની લેવું કે એનો સૂર્યાસ્ત નજીક છે !
Taboola Feed