ચૂંટણી જીતી જઈશ એવો વિશ્ર્વાસ છે, છતાંય ઘરવાળા મને ચૂંટણી લડવા દેતા નથી.
Also Read – અશ્ર્વત્થામા જેવા શાસકોને લીધે વિશ્ર્વ અણુયુદ્ધના ઉંબરે?
- પહેલાં ઘરમાં મતદાન કરી જુઓ. પછી સમજાઈ જશે…
દુ:શાસનનું કેવું શાસન હતું? - આજની સદી જેવું – દુર્ગુણ વત્તા દુર્વ્યવહારનું કુશાસન…
ભાજીમૂળા શબ્દથી અપમાનિત વ્યક્તિને સમ્માનિત કરવા શું કહેવું? - તમે સૂકામેવા જેવા છો…એમ કહેવું …
શિયાળાની સવારે શું કરવું જોઈએ? - આવા વાહિયત સવાલ પૂછવા માટે વહેલા ના ઊઠવું…
પાકને ખરીદવા ટેકાના ભાવ સરકાર જાહેર કરે છે એમ પાટલીબદલુઓના ભાવ કેમ જાહેર કરતી નથી? - પક્ષની લાચારસંહિતા નડે છે…
નેતા નેગેટિવ પબ્લિસિટી મળે તોય કેમ વિચલિત થતાં નથી? - મફત મળતું હોય એ મેળવવાની નીતિ- વૃત્તિ…
કશું માગવા માટે હાથ કેમ લાંબો કરવો પડે? - બે પગથી પગે લાગી શકાતું નથી માટે…
પ્રિય પડોશણ લિફ્ટમાં એકલી મળી જાય તો? - ‘એક દૂજે કે લિયે’ ફિલ્મનો સિન ભજવવાની બેવકૂફી ના કરવી…
પ્રેમમાં રિસામણા -મનામણાં ઉપરાંત શું શીખવું જોઈએ? - ક્યારેક વામણાં થતાં પણ બનતાં શીખવું
પહેલાં ક્ધયા વરની ચૂંદડી ઓઢવી પસંદ કરતી…હવે ? - આજની ક્ધયા ચૂંદડી-ચોખાના બદલે બેંક કાર્ડ- કાર પસંદ કરે છે.
મેરેજ રિસેપ્શનમાં સ્ટેજ પર નવદંપતી હોય, પણ ઓફિસમાં રિસેપ્શન કાઉન્ટર પર માત્ર યુવતી ?. - યુવતીને સજોડે કામ કરવા દેવાનો ચાંલ્લો કંપનીવાળાને પોષાય નહીં….
પહેલાં ભગવાન રામના નામે પથરા તરતા હતા. હવે ? - આજેય રામના નામે પોલિટિશિયનો પથ્થર તરાવે જ છેને ?!
દુનિયા દોરંગી છે, સપ્તરંગી છે, નવરંગી છે. સાચું શું? - જીવન હકીકતમાં મનરંગી છે…
તળાવમાં મગર સાથે દોસ્તી કરવી સારી કે દુશ્મની? - એ તમારા કરતાં મગર પર વધુ આધાર છે…
જમાનો ભણેલાંનો છે કે ગણેલાંનો? - ભણાવનારનો..અલબતા, ઉંઠા !
Taboola Feed