ઈન્ટરવલસ્પેશિયલ ફિચર્સ

રમુજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર

કટકી શું છે?

  • કમાણીની કી (ચાવી)…
    લગ્ન વિધિમાં સાત ફેરા કેમ ફરવામાં આવે છે?
  • સાત વાર હોવાથી…
    કમુરતામાં થતાં લગ્નને શું કહેવાય?
  • ફરમાઈશી મુહૂર્ત મહોત્સવ…
    પત્ની રિસાઈને પિયર કેમ જાય છે?
  • પતિના પિયરમાં અણગમો થાય ત્યારે જગા ફેર કરવા…
    શિયાળામાં પાક ખાવાનો ફાયદો શું?.
  • ખાનારની શક્તિ અને પાક વેચનારની
    સંપત્તિ વધે…
    સાયબર ફ્રોડ શું છે?
  • તસ્કરોનું મોડર્ન સ્ટાર્ટઅપ…
    વાડ ચીભડાં કેવી રીતે ગળે?
  • વાડના માલિક સાથે ગોઠવણ કરી હોયને ?!
    દૂરંદેશી દ્રષ્ટિ કોની પાસે હોય?
  • દૂરના નંબરવાળા ચશ્માં પહેરનાર પાસે….
    જુગાડ એટલે શું?
  • લાકડે માંકડું વળગાડવાનો શોર્ટ કટ…
    ‘સાધુ’ શબ્દને કોણ બદનામ કરે છે ?
  • તક સાધુ…
    ચિંતન એટલે શું?
  • ચિંતાનો એક્સ -રે….
    ઠંડીમાં શું છુપાવી શકાય?
  • સ્વેટર કે કોટ નીચે જૂનું કે ફાટેલું શર્ટ…
    શેર બજારમાં રાતોરાત લખપતિ કોણ બની શકે?.
  • સટ્ટામાં લાખો ગુમાવનાર કરોડપતિ….

Also Read – મગજ મંથન : જીવનમાં સફળ થવા માટે બે શક્તિની જરૂર પડે એક સહનશક્તિ ને બીજી સમજશક્તિ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button