ઈન્ટરવલ

રમુજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર

પ્રેમમાં શેની પ્રતિષ્ઠા કરવી જોઈએ? * દિલ – બિલ તથા પ્રોમિસ ને પેમેન્ટની… પ્રેમી યુગલને લવ બર્ડ કહે છે, લવ એનિમલ કેમ નહીં? * એ ગમે ત્યારે ઊડી જાય એટલે પ્રેમી પંખી ગણાય છે… મંદિરનો પૂજારી ભગવાનની પૂજાવિધિ કરે તો પ્રેમના પૂજારીએ કઈ વિધિ કરવી પડે? * પ્રિયતમાની ફરમાઈશો પૂરી કરવાની… ફરે એ ક્યાં ચરે? * ઘાસચારો હોય ત્યાં… નેતાઓ કેમ વચન પાળતા નથી? * કારણ કે એક આદર્શ દાનવીરની જેમ એ (વચન) આપીને ભૂલી જાય છે…. ટ્રકમાં હૉર્ન આગળ હોવા છતાંય હૉર્ન પ્લીઝ ટ્રક પાછળ કેમ લખાય છે? * પાછળથી આવતા ટ્રક ડ્રાઈવરને વંચાવવા… પ્રદર્શનમાં પ્રવેશ ફી કેમ લેવાય છે? * કારણ કે ત્યાંથી બહાર નીકળવાની કોઈ ફી નથી હોતી રૂપિયો ગગડીને ક્યાં જતો હશે? * અર્થશાસ્ત્રી અને નેતાઓ જાણે… દેશમાં વધતાં કૌભાંડ વધતાં જોઈને મારો જીવ બળે છે.

* તમે પણ બે-ચાર કરી નાખો તો જીવ આનંદમાં રહેશે… કરોડોના ખર્ચે બનાવેલી ફિલ્મ કેમ ફ્લૉપ જતી હશે? * કારણ કે એ સુપરહિટ નથી નીવડતી માટે… પત્ની પિયર જવાની ના પાડે છે. * તો તમે તમારા સાસરે – એના પિયર પહોંચી જાવ… અમુક લોકો રાજકારણમાં કયા કારણથી આવતા હશે? * કારણ વગર મેવા મેળવવા… અમુક જગ્યાએ પુસ્તક સાથે પરીક્ષા લેવાય છે. એને શું કહેશો? * અધિકૃત સામૂહિક ચોરી… શિયાળામાં ઠંડી ના પડે તો? * ભોગ તમારા…ઠંડે પાણીએ નાહી નાખજો.. જૉય રાઈડ, ક્યારે એન્જૉય રાઈડ બને? * હેમખેમ બહાર નીકળો ત્યારે… અત્યારે શેની વધુ ચર્ચા થાય છે? *

હવામાન અને સલમાન… કુંવારા કલાકારો પરણવા માંડ્યા. * તમે કલાકાર છો કે કુંવારા?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button