ઈન્ટરવલ
વિશેષઃ શરીર સ્વસ્થ તો ત્વચા પણ સ્વસ્થ: સુંદરતા એ અંતરમનમાં છુપાયેલી છે

ઝુબૈદા વલિયાણી
મુંબઈ સમાચાર પત્રની લોકપ્રિય પૂર્તિ ‘લાડલી’ની વ્હાલી વાચક બહેનો! સૌને વિદિત હશે કે ત્વચા એ આપણા શરીરનું મોટામાં મોટું અવયવ છે.
- શરીરમાં પેદા થતો નકામો કચરો છિદ્રો દ્વારા બહાર કાઢી શરીરને તંદુરસ્ત રાખવું એ કાર્ય વ્યવસ્થાતંત્રનું છે. ત્વચાની યોગ્ય સંભાળ રાખીને આપણે આ વ્યવસ્થાતંત્રને વધુ અસરકારક બનાવી શકીએ એમ છીએ.
- ત્વચાના જતનના પાયામાં યોગ્ય આહાર રહેલો છે.
- શરીરના અવયવો કઈ રીતે કામ કરે છે એનો આધાર આહારની ગુણવત્તા પર રહેતો હોવાથી આહાર કોઈ પણ પ્રકારના કૅર રૂટિનમાં અગત્યતા ધરાવે છે.
- પૂરતા પ્રમાણમાં શરીરને પોષક તત્ત્વો મળી રહે તો તમામ અવયવો વધુ સારી રીતે કામ કરી શકે છે અને એનો સીધો ફાયદો ત્વચાને થાય છે.
- પ્રોટીન,
- કાર્બોહાઈડ્રેટ્સ,
- વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર તંદુરસ્ત સમતોલ આહાર લો.
- ખોરાક એવી રીતે રાંધો કે એનાં પોષક દ્વવ્યો અને વિટામિન્સ નાશ ન પામે.
- આહારમાં તાજાં ફળો અને સલાડનો બને એટલો વધુ ઉપયોગ કરો.
- બને ત્યાં સુધી વર્જિન ઓલિવ ઑઈલ, સનફલાવર સીડ ઑઈલ જ વાપરો.
- સવારે ઊઠીને એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ નાખેલું એક ગ્લાસ હૂંફાળું પાણી પીને દિવસની શરૂઆત કરો.
- ત્વચાને જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી શરીરતંત્રને ડિહાઈડ્રેટ કરતાં અને ઉત્તેજક ગણાતા આલ્કોહૉલ, ચા-કૉફી વગેરેનું વધુપડતું સેવન ત્વચા માટે હાનિકારક છે.
- પુષ્કળ પ્રમાણમાં પાણી પીઓ.
- સવારે ઊઠીને તરત જ,
- બન્ને સમય જમ્યા પછી દોઢ કલાક પછી અને
- રાત્રે સૂતા અગાઉ પાણી પીવાનો શ્રેષ્ઠ સમય છે.
- ચા-કૉફીને બદલે હર્બલ ટી પીઓ.
- મારી વ્હાલી ‘લાડકી’ બહેનો!
- ત્વચાને અકાળે વૃદ્ધ બનાવવામાં સૂરજનાં પ્રખર કિરણો મોટો ભાગ ભજવે છે.
- સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્વચામાં રહેલો ભેજ અને કોલાજન સૂકવી નાખે છે, જેને પરિણામે ત્વચા કરચલીઓવાળી અને નિસ્તેજ દેખાવા લાગે છે.
- સૂર્યકિરણોથી ત્વચાનું રક્ષણ કરવા સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરો.
- તાજી સ્વચ્છ હવા, * મધ્યમની કસરતો, * યોગ, * ઊંડા શ્ર્વાસોશ્ર્વાસ, * સ્ટ્રેચિંગ રક્તના સારા ભ્રમણ માટે યોગ્ય છે અને ત્વચામાં એનાથી સુંદર પરિણામો જોવા મળે છે.
વ્હાલી વાચક બહેનો! યાદ રહેવું ઘરે કે, કસરત કરતી વખતે ક્યારેય વધુ પડતી કસરત ન થાય એની ખાસ સાવધાની રાખો, એ નુકસાનકારક સાબિત થશે. એક સંશોધનનું એવું તારણ નીકળ્યું છે કે ઘણા એથ્લેટ્સ અને ડાન્સર અકાળે ઉંમરલાયક દેખાવા પાછળનું કારણ એમના શરીર દ્વારા વધારે પ્રમાણમાં થતી મિનરલ્સ અને અન્ય પોષક દ્વવ્યોનો વપરાશ છે.
આપણ વાચો: શરીરને સ્વસ્થ રાખવા માટે મેગ્નેશિયમ અને ઝિંક કેમ જરૂરી છે?
- તાણ,
- નિકટના સ્વજનોના ગૃહક્લેશ,
- છૂટાછેડા જેવી અંતિમ સ્થિતિ વગેરે સમયે ઊભું થતું ટેન્શન ત્વચા પર ઘેરી અસર કરે છે.
- શક્ય એટલા રિલેક્સ રહો,
- મનગમતું સંગીત સાંભળી કે ધ્યાન ધરી ટેન્શન દૂર કરવાના પ્રયાસ કરો.
- આ સમયપત્રકનો કાળજી અને ચોકસાઈથી અમલ કરો. * સુંદરતા એ અંતરમનમાં છુપાયેલી છે. તમારે તો માત્ર એને બહાર લાવવાની છે અને એ હંમેશાં યાદ રાખો.
પ્રેરણાસ્ત્રોત:
શરીરના અવયવો કઈ રીતે કામ કરે છે એનો આધાર આહારની ગુણવત્તા પર રહેતો હોવાથી આહાર કોઈપણ પ્રકારના કૅર રૂટિનમાં અગત્યતા ધરાવે છે.



