મગજ મંથનઃ માત્ર મનુષ્ય જ નહીં, દેવતા સુધ્ધાં ગુરુ પ્રત્યે સમર્પિત રહ્યા છે…

વિઠ્ઠલ વઘાસિયા
આવતીકાલે ગુરુપૂર્ણિમા છે. સમગ્ર ભારતમાં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ રહ્યું છે.
મહર્ષિ વેદવ્યાસ વેદ શીખવનાર પ્રથમ હતા, તેથી એમને હિંદુ ધર્મમાં પ્રથમ ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ કારણથી જ ગુરુપૂર્ણિમાને ‘વ્યાસપૂર્ણિમા’ પણ કહેવામાં આવે છે.
અનાદિકાળથી ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ આપણા વેદ, પુરાણ, શાોમાં વર્ણવામાં આવ્યું છે. ગુરુ શિષ્યને લઘુમાંથી ગુરુ બનાવી દે છે. પોતાના માટે નહીં, પરંતુ બીજા માટે જીવે તે સદ્ગુરુ. શિષ્યના મનનું સમાધાન કરી જીવનમાંથી કલેશ-કંકાસ નિર્મૂળ કરાવે તે સદ્ગુરુ. જેવી રીતે પારસ લોખંડને સોનું બનાવે છે, તેવી રીતે ગુરુ પોતાના શિષ્યને ગુરુ જ બનાવવા માગે છે.
આ પણ વાંચો: મગજ મંથન : ખુશ રહેવું છે? એના માટે પૂર્વ શરત છે સકારાત્મક વિચાર…
શાોમાં ગુરુનું સ્થાન દેવતાઓ કરતાં પણ ઊંચું લેખવામાં આવ્યું છે:
‘ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર:
ગુરુ સાક્ષાત્ પરંબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવૈ નમ:’
ભગવાન શિવજી સ્વયં પણ ગુરુ વિશે કહે છે કે, ગુરુ એ ભગવાન છે, ગુરુ એ ધર્મ છે, ગુરુ પ્રત્યેની વફાદારી એ પરમ ધર્મ છે. આનો અર્થ એ છે કે માત્ર મનુષ્યોને જ નહીં, સ્વયં દેવતાઓને પણ ગુરુની જરૂર છે.
આવો, જાણીએ કે દેવતાઓના જીવનમાં ગુરુનું મહત્ત્વ કેટલા અંશે રહેવા પામ્યું હતું?
આ પણ વાંચો: મગજ મંથન: મનુષ્યના વિવેકને નષ્ટ કરી નાખે છે ગુસ્સો
ભગવાન રામને એમના ચાર ગુરુએ મર્યાદા પુરુષોત્તમ બનાવ્યા હતા. સામાન્ય માણસ જ નહીં, પણ ભગવાન પણ પોતાના ગુરુ પ્રત્યે સમર્પિત રહ્યા છે. ભગવાન શ્રી રામે એમનું તમામ શિક્ષણ વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભારદ્વાજ અને અગસ્ત્યના શિષ્ય તરીકે મેળવ્યું હતું.
મહર્ષિ વિશ્વામિત્રએ ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામને ધનુર્વિદ્યા અને શાોનું જ્ઞાન આપ્યું હતું. ભગવાન રામને અંતિમ યોદ્ધા બનાવવા પાછળ વિશ્વામિત્રનો હાથ હતો. ભગવાન રામ પાસે જે તમામ દૈવી ગ્રંથો હતા તે વિશ્વામિત્ર દ્વારા એમને આપવામાં આવ્યા હતા. હિંદુ શાો અનુસાર મહર્ષિ વિશ્વામિત્રને ત્રેતાયુગના સૌથી મહાન શોના શોધક માનવામાં આવે છે.
વશિષ્ઠ ઋષિએ ભગવાન રામને સિંહાસન સંભાળવાનું જ્ઞાન આપ્યું હતું. સાથે સાથે વશિષ્ઠ ઋષિએ ભગવાન શ્રીરામને વેદ પણ શીખવ્યા હતા. એટલું જ નહીં, બલકે ભગવાન રામનો રાજ્યાભિષેક પણ ઋષિ વશિષ્ઠના હાથે થયો હતો. ભગવાન રામના જીવનમાં ઋષિ વશિષ્ઠનું વિશેષ મહત્ત્વ રહેવા પામ્યું છે.
આ પણ વાંચો: મગજ મંથન : અહંકાર માણસની દ્રષ્ટિને આંધળી બનાવી દે છે…
રામાયણ મુજબ ભગવાન શ્રીરામે એમના વનવાસના સમયગાળા દરમિયાન મહર્ષિ ભારદ્વાજની સલાહ પર ચિત્રકૂટમાં નિવાસ કર્યો હતો. લંકા જીતીને પરત ફરતી વખતે પણ ભગવાન રામ એમના આશ્રમમાં રોકાયા હતા. ભારદ્વાજ ઋગ્વેદના છઠ્ઠા અધ્યાયના ઋષિ તરીકે પ્રખ્યાત છે.
ભગવાન રામના જીવનમાં બ્રહ્મર્ષિ અગસ્ત્યનું પણ વિશેષ મહત્ત્વ છે. બ્રહ્મર્ષિ અગસ્ત્ય વૈદિક ઋષિ હતા. રામાયણ અનુસાર રાવણ સાથે લડતાં લડતાં રામ થાકીને નિરાશામાં બેસી ગયા ત્યારે બ્રહ્મર્ષિ અગસ્ત્યએ એમને પ્રોત્સાહિત કર્યા હતા.
હનુમાનજીએ પણ સૂર્ય ભગવાનને પોતાના ગુરુ બનાવ્યા હતા.એમણે સૂર્યના રથની સાથે ચાલીને શાોનું જ્ઞાન મેળવ્યું હતું. હનુમાનજી શિક્ષણ મેળવવા માટે સક્ષમ બન્યા ત્યારે એમનાં માતા-પિતા અંજની અને કેસરીએ એમને સૂર્યદેવ પાસે મોકલ્યા. માતા-પિતાએ હનુમાનજીને સમજાવ્યું કે એ સૂર્યદેવને પોતાના ગુરુ બનાવે અને એમની પાસેથી જ જ્ઞાન મેળવે. એ હનુમાનજી સૂર્યદેવ પાસે ગયા અને પોતાના ગુરુ બનવા માટે પ્રાર્થના કરી ત્યારે સૂર્યે કહ્યું કે હું એક ક્ષણ માટે પણ મારા રથને ક્યાંય રોકી શકતો નથી અને રથમાંથી નીચે પણ ઊતરી શકતો નથી.આવી સ્થિતિમાં હું તમને શાોનું જ્ઞાન કેવી રીતે આપી શકું?
આ પણ વાંચો: મગજ મંથન: ઉદારતા કરે મનને શુદ્ધ ને આપે આત્માને આનંદ
આ સાંભળીને હનુમાનજીએ કહ્યું કે, તમે તમારી ગતિ ઓછી કર્યા વિના મને શીખવો.તમારી સાથે ચાલતાં ચાલતાં હું જ્ઞાન પ્રાપ્ત કરીશ…. સૂર્યદેવ આ માટે સંમત થયા પછી વેદ વગેરે શાોનાં રહસ્યો કહેતા રહ્યા અને હનુમાનજી તેને શાંતિથી સ્વીકારતા રહ્યા. આ રીતે સૂર્યની કૃપાથી હનુમાનજીને શિક્ષણ પ્રાપ્ત થયું.
ભગવાન શ્રીકૃષ્ણએ પણ ગુરુ સાંદીપનિ પાસેથી 64 દિવસમાં 64 કળા શીખી હતી. ગુરુ સાંદીપનિ પાસેથી શ્રી કૃષ્ણએ ઉજ્જૈનમાં 4 દિવસમાં 4 વેદ, 6 દિવસમાં 6 શાો, 16 દિવસમાં 16 વિદ્યાઓ, 18 દિવસમાં 18 પુરાણો સહિત કુલ 64 દિવસમાં 64 કળાઓનું જ્ઞાન મેળવ્યું હતું!
ઋષિ સાંદીપનિના આશ્રમને વિશ્વની ‘પ્રથમ પાઠશાળા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ એમના ભાઈ બલરામ સાથે અગિયાર વર્ષ અને સાત દિવસની ઉંમરે ગુરુ સાંદીપનિ પાસે આવ્યા હતા.
આ પણ વાંચો: મગજ મંથન: વ્યક્તિને સજાગ બનાવે છે-દિશા દેખાડે છે જીવનની જવાબદારી…
મહાભારત, શ્રીમદ્ ભાગવત, બ્રહ્મપુરાણ, અગ્નિપુરાણ અને બ્રહ્મવૈવર્તપુરાણમાં સાંદીપનિ આશ્રમનો ઉલ્લેખ છે. ગુરુ સાંદીપનિ અવંતિના કશ્યપ ગોત્રમાં જન્મેલા બ્રાહ્મણ હતા. એ વેદ, ધનુર્વેદ, શાો, કળા અને આધ્યાત્મિક જ્ઞાનના વિદ્વાન હતા.
ન્યાયશા, રાજકીય વિજ્ઞાન, નીતિશા અને શોના સંચાલનનું શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું. અહીં દૂર-દૂરથી શિષ્યો ગુરુકુળમાં શિક્ષણ મેળવવા આવતા.
આ ઉપરાન્ત પણ અન્ય દેવતાઓ અને બીજા ઘણા ગુરુ-શિષ્યનાં ઉદાહરણો આપી શકાય, પરંતુ સ્થળસંકોચને કારણે આપણે અહીં અટકીએ…