ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર

માથાભારે હોય એના પગ ભારે ક્યારે થાય?

  • કોઈ માથાફરેલ એનો જીવનસાથી બને ત્યારે…

ભગવાનના દર્શન માટે કેમ લાઈન લાગે?

  • ભગવાનને પણ સંખ્યા જોવાનો શોખ થતો હોય છે…

વર- વધૂ રિવોલ્વિંગ ખુરશીમાં સાત ફેરા ફરે તો?

  • એમનો ભાવિ ઘર-સંસાર પણ ચેરની જેન ચક્કર ફરવા માંડે એવી શક્યતા ખરી…

બસમાં લેડી એર હોસ્ટેસ હોય તો?

  • મુસાફરો વધી જાય અને ખુદાબક્ષ સાવ ઘટી જાય…

સપનામાં રાણી આવે. તો સાચ્ચેસાચ કોણ આવે?

  • ઘરની રાણી… ઘરવાળી.

ટૅરિફ વધારો અને પછી ઘટાડો. કેવું લાગે?

  • ભાવ વધાર્યા પછી વેપારી ડિસ્કાઉન્ટ આપે એવું…

કયો જમ પૈસા કમાવી આપે?

  • લવાજમ…જે છાપાંવાળાઓને આજે ઓછા મળે છે…

પારકા પૈસે પરમાનંદ. તો ખુદના પૈસે?

  • વ્યાજનો વિશ્વાનંદ.

નારી પદમણી હોય તો નર કેવો હોય?

  • નટખટ…નાટકિયો …

લાજ ના કાઢે એ નિર્લજ કહેવાય?

  • ના, વહુ હોય તો મોડર્ન ગણાય…

સંકલ્પ ક્યારે પૂરા થાય?

  • સંકલ્પ લીધા પછી…

NRI વતનમાં કેમ દાન આપતા હશે?

  • પોતે વિદેશમાં કમાયા છે એવું લોકો જાણે એટલે….

હાલના રાજમાં સુખી કોણ?

  • નેતા અને લોન લેનાર…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button