રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર
બત્રીસ લક્ષણાને કોણ હંફાવી શકે?
-એક અપલખણો…
વડીલની કઈ બુદ્ધિની ટીકા થાય?
-બાળ બુદ્ધિની…
હાથીના ખાવાના અને ચાવવાના દાંત જુદા કેમ હોય?
-એનું ચોકઠું બનતું નથી એટલે…
ગામ ગધેડે ચઢે. તો ઘોડા પર કેમ નહીં?
-ઘોડો તો વરઘોડામાં બિઝી હોયને!
આ પણ વાંચો: રમૂજી સવાલના મનમોજી જવાબ:
વચન આપીને ફરી જનારા ક્યાં જતા હશે?
-લોકો ઝટ શોધી ના શકે ત્યાં…
માણસને અગર ઊડવાની શક્તિ મળે તો?
-પછી પક્ષીને પણ કનડવાનું શરૂ કરે…
ઝાઝા હાથ રળિયામણા. અને એકલવીર થાય તો?
-અળખામણાં…
પાણી ઉપરાંત શેનાથી નાહી શકાય?
-પૈસા ગુમાવીને!
ક્રિકેટની જેમ ગરબા પર સટ્ટો રમાય?
-ગરબાવાળીને ખબર પડે તો દાંડિયાવાળી થઈ શકે.”
આ પણ વાંચો: રમૂજી સવાલના મનમોજી જવાબ
પ્રેમ કહાની ક્યારે પૂરી થાય?
-છોકરીના બાપા કે ભાઈની અચાનક એન્ટ્રી થાય ત્યારે!
રડતી વખતે આંખમાંથી ગંગા-જમુના વહે. સાબરમતી કેમ નહીં?
-સાબરમતી પ્રદૂષિત છે, વારંવાર સૂકાઈ જાય છે!
ગળે કોણ પડે?
-જે પગે પાડી ન શકે એ…
ડિવોર્સ વોર કેવું હોય?
-ઘરવાળાને જોવું ન ગમે, પણ બહારવાળા જોવે એવું.
કોઈના બાર વાગ્યાની કયારે ખબર પડે?
-જ્યારે કોઈની બોલતી બંધ થઈ જાય ત્યારે…
આ પણ વાંચો: રમૂજી સવાલના મનમોજી જવાબ
પાગલ પ્રેમી ક્યારે સાજો થાય?
-માંદો પડ્યો હોય એ પ્રેમિકા ડોકટર બનીને આવે ત્યારે!
દેખાડો…કેવો ખાડો છે?
-કૂવા અને ભૂવાથી વધુ ઊંડો…
પેટનું પાણી ક્યારે હલે નહીં?
-પેટ ભરાયેલું હોય ત્યારે…
આ પણ વાંચો: રમૂજી સવાલના મનમોજી જવાબ…