રમૂજી સવાલના મનમોજી જવાબ:

દર્શન ભાવસાર
પહેલી બેન્ચ પર બેસનાર ખરેખર હોશિયાર હોય છે ?
-ઘણાં ભણવામાં તો બાકીના આગળ બેસી જવામાં હોશિયાર હોય છે…
કહે છે કે માણસ દારૂ પીએ ત્યારે સાચું બોલે, પણ, કોલ્ડ્રિંક પીવે ત્યારે?
-ફાવે એવું બોલે….
દીકરી દોરે ત્યાં જાય તો દીકરો?
-એની ઘરવાળી ચીંધે ત્યાં જાય!
હવા મહેલ ક્યાં બાંધી શકાય ?
-જમીન પર…
પતિ માટે પત્ની અનેક વ્રત કરે તો પતિએ ક્યું વ્રત કરવું?
-મૌન વ્રત…
મરામત એટલે ?
-ખામી સુધારણાની કરામત…
દુર્ગુણ અને સદગુણ વચ્ચે તફાવત શેનો?
-ગુણનો…
શિયાળાને વિન્ડી.. તો ઉનાળા અને ચોમાસાને શું કહેવાય?
-સમરડી અને મોન્સુનડી….
લોકઅપ એટલે કેવી જગ્યા ?
-અપરાધીનો જ્યાં ક્લોઝ અપ જોવા મળે એવી જગ્યા !
રેખા અને બિંદુ ક્યાં જોવા મળે?
-જૂની હિન્દી ફિલ્મમાં….
વરને મા વખાણે. સાસુ કેમ નહીં?
-સાસુ પણ વખાણે, જમાઈ માટે દીકરીની ‘ઓકે ’ મળે પછી…
હસે એનું ઘર વસે, પણ ઘર વસાવીને અમુક લોકો રડે કેમ છે ?
-કારણ કે ઘરવાળી હસવાનું પચાવી નથી શકતી…
ભાર કન્યાની કેડ પર હોય તો પુરુષ માટે ભાર ક્યાં?
-એની બેન્ક બેલેન્સ પર !
શોભાના ગાંઠિયા કેવા હોય?
-શોભાસ્પદને બદલે હાસ્યાસ્પદ લાગે એવા…