રમૂજી સવાલના મનમોજી જવાબ
ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર

મન હોય તો માળવે જવાય. મન ના હોય તો?

  • ચૂપચાપ બેસી રહેવાનું. નહીં તો વાઈફ માળિયે ચઢાવી દેશે.
    લગ્નમાં જાનૈયા આવે. તો છૂટાછેડામાં?
  • વકીલો અને સાક્ષીઓ આવે.
    મારે એકપણ સાળો નથી.
  • તો ધરમનો સાળો શોધી લો.
    પ્રકાશ સીધી લીટીમાં કેમ ગતિ કરે છે?
  • એ માણસ થોડો છે ? આડી લાઈનમાં જાય તો અધોગતિ થાય. !
    વરસાદ મેઘધનુષી રંગનો પડે તો?
  • કવિઓને નવી કવિતા રચવાનો નવો વિષય મળે !
    બસ – ટ્રેન સમયસર ના આવતી હોય ટાઈમટેબલ શા માટે?
  • કેટલી મોડી આવી એ જાણવા….
    ગોળા ફેંક, ભાલા ફેંકની જેમ ફેંકમફેકની સ્પર્ધા થાય તો?
  • એમાં હારેલાં પણ જીતી ગયાની ફેંકવા માંડે !
    કોનું મન કળી ના શકાય?
  • પત્ની અને બોસનું…
    બફાટમાં શું ફાટે?
  • માથું….સામેવાળાનું !
    કેલ્ક્યુલેટરમાં લેટર લખાય?
  • હા, પણ આંકડાબાજીમાં.
    વાંદરાને નિસરણી આપો તો એ શું કરે ?
  • નેતાને માઈક આપો એવું …
    ભૂત બંગલામાં રહે તો પ્રેત ક્યાં રહે?
  • વરંડામાં…
    રાતા પાણીથી રડાય તો કયા પાણીથી હસવાનું આવે?
  • ભાંગવાળા પાણીથી !
    કયા ભાવથી અભાવ આવે?
  • ભેદભાવથી.
    રાજ કેવી રીતે લેવું સારું – લડીને કે રડીને?
  • આવડત મુજબ…
    ચાના બદલે કિટલી ગરમ થઈ જાય તો?
  • ગેસ બંધ કરી દેવાનો….
    વરસાદમાં પત્ની ભજિયા ના બનાવે તો શું થાય?
  • કજિયો !
    સફળ એ કેવું ફળ છે?
  • પચાવવામાં અઘરું પડે એવું!
    પત્નીને રાતરાણી કહેવાય?
  • કોની પત્નીને?!

આપણ વાંચો : રમૂજી સવાલના મનમોજી જવાબ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button