રમૂજી સવાલના મનમોજી જવાબ...

રમૂજી સવાલના મનમોજી જવાબ…

દર્શન ભાવસાર

મોટા માણસોને મારા ખિસ્સામાં રાખું છું’ કહેનારનું ખિસ્સુ કેટલું મોટું હશે?

  • એનો અહમ્‌‍ સમાય અને સચવાય એટલું!

ઘડિયાળના કાંટા કેમ વાગતા નથી?

  • કારણ કે એ વાગ્યા વગર ભલભલાના બાર વગાડી દે છે!

પત્ની પિયર જાય ત્યારે પતિ કેમ રાજી થતો હશે?

  • કામચલાઉ એકલા રહેવાની આઝાદી મળી એટલા માટે…

માયા ત્યાગનો ઉપદેશ આપનાર સાધુ દાન કેમ લે છે?

  • ભક્તોની માયા ત્યાગની કસોટી માટે…

પ્રલય આવે તો માણસ ક્યા ગ્રહ પર રહેવા જશે?

  • વિનામૂલ્યે રહેવા -ખાવા પીવા-સૂવા મળે ત્યાં….

શૂન્યની શોધ ન થઈ હોત તો?

  • એકડો એકલો પડી જાત…

કામની વ્યક્તિને કામવાળા કહીએ તો?

  • તો કામવાળીનું શું થશે?

દિલ તૂટે તો અવાજ કેમ આવતો નથી?

  • આજુબાજુ સ્ટિરિયોફોનિક સાઉન્ડ સિસ્ટમ નથી હોતી એ માટે…

લગ્ન પહેલાં પુરુષ અધૂરો હોય અને લગ્ન પછી?

  • અધમૂઓ…

અર્ધ નારેશ્વરની જેમ અર્ધ નરવાનર જોવા મળે તો?

  • હૂપાહૂપ થવા માંડે…

બહુપત્નીની જેમ બહુપ્રેયસી હોય તો?

  • આવો યોગ બહુપ્રેમીને મળે તો ફળે…

દેવ અને દાનવ હવે ક્યાં જોવા મળે?

  • દેવ સ્વર્ગમાં…દાનવ આપણી આસપાસ…

પત્નીને ચાંદ કેમ કહેવામાં આવે છે?

  • કારણ કે એ પતિને ધોળા દિવસે તારા દેખાડી શકે છે માટે!

બંદૂક કેમ રાખવી જોઈએ?

  • પોતાને બીક ના લાગે એ માટે….

સ્ત્રીને અર્ધાંગિની તો પુરુષને શું કહેવાય?

  • અર્ધ પુરુષોત્તમ!

દાઢી ને વાળ જે વધારે એ બુદ્ધિશાળી?

  • હા, દાઢી – વાળ કટિગનો ખર્ચ એ બચાવે છે!

અંધારામાં સૂરજ ઉગે ખરો?
હા, જો દેવલોકમાં ઈન્દ્ર સામે બળવો થાય તો !

દારૂ પીવે એ સાચું જ બોલે એ વાત કેટલી સાચી?
પીતા ભી દીવાના…સુનતા ભી દીવાના!

આપણ વાંચો : રમૂજી સવાલના મનમોજી જવાબ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button