ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ…

દર્શન ભાવસાર
ઉપાધિના પોટલાં હોય તો બેગ શેની?
- મહા મુસીબતની…
સાસરિયા એટલે?
- વર માટે સોનાની ખાણ અને કન્યા માટે દુ:ખનો દરિયો.
સોનાના ભાવ વધી રહ્યા છે. શું કં?
- જૂની લગડી વેચીને લખપતિ બનો…
ગુજરાતમાંથી લોટરી ટિકિટ કેમ ગાયબ થઈ?
- કોઈને ઈનામ લાગતું નહોતું…!
વગ ક્યાં લગાડાય?
- લાગ મળે ત્યાં…
માણસનો જીવ ક્યારે બળે?
- જીવ મળે નહીં ત્યાં સુધી બળે!
ઊઠવા બેસવા પછી શું?. ભાજી અને પાંઉ વચ્ચે કેવો સંબંધ?
- ઓહિયા ન થઈ જાય ત્યાં સુધીનો!
નાસભાગમાં પહેલાં શું કરવું?
- પહેલાં તન કહે એ…!
એક છોકરી અમને છ મિત્રને ગમે છે, પણ કોઈનો મેળ પડતો નથી.
- તમે મૂંઝાયા કરો ને પેલી મજા લેતી હશે…
દુ:ખમાં દોસ્તો યાદ આવે અને સુખમાં?
- સાસરિયા….
બિલાડી આડી ઊતરે તો અપશુકન…ને ઊભી ઊતરે તો?
- એને અપશુકન!
કુંવારાપણું ક્યારે આશીર્વાદ લાગે?
- લગ્નપણું ભારરૂપ લાગવા માંડે ત્યારે…!
આ પણ વાંચો…રમૂજી સવાલના મનમોજી જવાબ…