ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ

- દર્શન ભાવસાર
બે દેશ વચ્ચેના યુદ્ધમાં સીઝ ફાયર થાય અને ગૃહ યુદ્ધમાં?
- સિઝનલ ફાયર થયા કરે….
ડોક્ટર અને પોલીસના ઓપરેશનમાં ફરક શું? - ડોક્ટર થિયેટરની ને પોલીસ ખુલ્લામાં ઓપરેશન કરે. બંનેમાં દર્દથી
છૂટકારો મળે….
પત્નીના સાસરે રહેવાનો શું ફાયદો? - પત્નીના સાસુ ખુશ રહે….
ઘર જમાઈ ક્યારે રહેવાય? - ઘરવાળી ઓફર કરે ત્યારે….
લવ સ્ટોરીમાં વિલનનો રોલ શું? - એ નડે- લડે.. ને છેલ્લે રડે!
અમે બે મિત્ર એક છોકરીને ચાહીએ છીએ. હવે ઝઘડા થાય છે. - સિક્કો ઉછાળી -કિંગ ક્રોસ કરીને નક્કી કરી લો…
પોલીસ એની રિસાયેલી પત્નીને કેવી રીતે મનાવતો હશે? - લાંચ આપીને …!
છૂટાછેડામાં કોને ફાયદો ? - વકીલને….
મને વિદેશ જવાનો યોગ છે? - કોઈ અંગ્રેજી ફિલ્મ જોઈ લો. ઓછા ખર્ચે વિદેશનો યોગ પણ થઈ જશે….
વિદ્યાદાનની જેમ માર્ક દાન મળે? - પેપર ચેકરને ગુપ્ત દાન કરવું પડે.!
સત્તા મળે તો રાજયાભિષેક થાય. અને ના મળે તો? - કજિયાભિષેક….
રાખનાં રમકડાં રામે રમતાં રાખ્યાં તો મોડર્ન રમકડાં? - વેપારીએ ફરતાં રાખ્યા રે…
જાયફળ અને શ્રીફળને ઓળખવામાં થાપ ખાઈ જાઉ છું…. - પહેલાં ટામેટા અને તડબૂચ ઓળખતા શીખી લો.
દાડા- પાણી ભરાઈ જાય તો? - હુક્કા- પાણી બંધ થાય…
દુનિયાની સૌથી મોટી બારી ? - છટકબારી!
આપણ વાંચો: અજબ ગજબની દુનિયા