ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ

–દર્શન ભાવસાર
પરણ્યા એટલે પ્યારા લાડી…અને છૂટાછેડા એટલે..?
- છૂટ્યા ઘરવાળી…
લગ્ન એટલે લાઈફ લાઈન.. અને પ્રેમ એટલે…? - એક્સ્ટ્રા પાઈપ લાઈન.
પત્ની ઠંડું શરબત ગરમ કરીને આપે તો? - ઠંડા દિમાગથી લપછપ કર્યા વિના પી લેવું…
સામનેવાલી ખિડકી મેં ચાંદ કા ટુકડા…આવું ખરેખર હોય તો? - પેલી ચાંદના ટુકડાવાળીનો બાપ ગ્રહણ બને…
પહેલાં યુદ્ધની નોબત વાગતી. હવે સાયરન કેમ? - મહેનત ઓછી ને કામ ફટાફટ …
ભગવાન ભૂલો પડે તો ક્યાં જાય? - ભકત પાસે…મંદિરમાં !
સમજદારને ઉછીના પૈસા અપાય? - હા, પણ બીજાને માત્ર સમજ જ અપાય કે ઉધાર ન માગવાની !
બુદ્ધિનું પ્રદર્શન કેવું હોય? - જોવા જેવું….
બાળ બુદ્ધિ, જાડીબુદ્ધિવાળાને શું કહેવું ? - ભગવાન ત મને સદબુદ્ધિ આપે…
શિક્ષકની ભૂલ કોણ શોધે? - આચાર્ય…
મુંહદિખાઈ વખતે પૈસા દેવા પડે તો મુંહ છિપાઈમાં? - પૈસા લેવા પડે…
પ્રેમ આંધળો હોય તો કોણ જોતું હશે? - પરિવાર- સમાજ ને દુનિયા…
એજન્ડા કેવો હોય? - રિટર્ન (લેખિત) અને હિડન (છૂપો)….
ડાઘ કેમ જિદ્દી હોય છે? - વોશિંગ પાવડરની સહનશીલતા ચકાસવા…
કાનમાં કહેવું અને સાનમાં સમજાવવું… સારું શું? - તમને જે ફાયદો કરાવી દે એ…
આરામ કેવા રામ હશે? - વિરામ.
સટ્ટાખોરી અને સંગ્રહખોરી વચ્ચે ભેદ શું? - બંને ધંધા ખાનગીમાં કરવા પડે…
ગાંધીજીનો ચોથો વાંદરો હોત તો શું કરતો હોત? - એ સોશિયલ મીડિયામાં એક્ટિવ હોત…
આપણ વાંચો: અજબ ગજબની દુનિયા