ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર

ઔરંગઝેબ જીવતો હોત તો?

  • બદનક્ષીનો દાવો ફટકાર્યો હોત !
    કેસર, સુંદરી, તોતા, બદામ, … કેરી જેવો આવો વૈભવ બીજા ફળને કેમ મળ્યો નથી?
  • બીજા ફળને વસ્તાર વધારવાની ઈચ્છા નહીં હોય.
    માતા- પિતા સાચું તીરથ ગણાય તો સાસુ- સસરા?
  • હિલ સ્ટેશન !
    લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. બચવા શું કરવાનું?
  • લાંબા અને ટૂંકાની વચ્ચે ખડા રહેવું ! .
    ડેટિંગ અને ડાયેટિંગમાં ફરક શું?
  • એકમાં પ્રગટ થવાનું ને બીજામાં પચાવવાનું.
    રાત થોડી, ને વેશ ઝાઝા હોય તો?
  • રાતપાળીને બદલે દિવસની ડ્યુટી લેવી કપડાની ઝંઝટ નહીં !
    ગાંધી માર્ગે ન ચાલવું હોય તો ?
  • ગાંધી રોડની ફૂટપાથ પર ચાલવું.
    વચન અને પ્રવચનનો ફાયદો શું?
  • બન્નેમાં આપવાનો આનંદ મળે…
    નંબર વન થવાની હોડ ક્યારે અટકશે?
  • જ્યારે લાસ્ટ નંબરને તગડું ઈનામ આપવાની શરૂ થશે ત્યારે
    બ્યુટી પાર્લર ના હોત તો?
  • રસોડાની દીવાલ પર દર્પણ ને મસાલાની સાથે મેકઅપનો સામાન પડ્યો હોત.
    ભેંસના શિંગડા ભેંસને ભારે પડે.. તો ભેંસે શું કરવાનું?
  • ડાયેટિંગ !
    માછલીઘર કાચનું કેમ હોય છે?.
  • બહારની દુનિયાવાળા આપણે કેવા છીએ એ જોઈ શકે એ માટે.
    પેપર કેમ ફૂટે છે?
  • કારણ કે એ કોઈ જાતના અવાજ કર્યા વગર ફૂટે છે.
    ગાંધીજીનો ચોથો વાંદરો હોય તો?
  • છેને.આજનું સોશિયલ મીડિયારૂપે !.
    લગ્ન માટે સાચી વય કઈ?
  • છોકરાં- છોકરીના મા-બાપ હા પાડે એ !
    ફાવટમાં વટ રહે ખરો?
  • જો કોઈ ચોવટ ના કરે તો.
    કલમ જો તલવારસમાન હોય તો તલવાર કલમસમાન કેમ નહીં?
  • તલવારથી લખી ના શકાય.

આ પણ વાંચો: રમૂજી સવાલના મનમોજી જવાબ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button