ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર
- હાથે તે સાથે…તો પગનું શું?
પાયલાગણ. - આલિયા અને ટાલિયામાં ફરક શું?
આલિયો દિલદાર અને ટાલિયો સફાચટ હોય… - (ખાનગી કહું તો -આલિયા માત્ર રણબીરને જ મળે!)
ધ્વજ દંડ અને પોલીસના દંડામાં ફરક શું?
દંડ પવિત્રતાનું પ્રતીક અને દંડો પનીશમેન્ટનું સાધન. - રોટલા વણનારી અને રોટલા ટીપનારી જુદી હોય તો?
રોજ ટપલા ખાવા પડે… - પાણીપત જેવું યુદ્ધ કયું?
રોટી રમખાણ… - ભગવાન ભાવના ભૂખ્યા હોય તો ભોજન થાળ કેમ ધરાવાય?
પ્રસાદિયા ભક્તો માટે… - હાથીના દાંત કેમ બે પ્રકારના હોય?
આજકાલના નેતાઓની અસર…બીજું શું? - ધાર્યું ધણિયાણીનું થાય તો ધણી શું કરે?
ધણિયાણીનું કહ્યું માને…બીજું શું? - પડોશણ મૂંગી હોય તો?
આંખોથી વ્યવહાર કરતા શીખી લેવું પડે… - અણવર એટલે?
પ્રેક્ટિસ કરવા ઉતરેલો અણઘડ વર… - ઉજાગરા કેમ મીઠાં લાગે?
થાક્યા પછી પથરાં પણ પકવાન જેવા લાગે. - ભૂલ બદલ પસ્તાવો ના થાય તો?
વારંવાર ભૂલ કરીને પસ્તાવાની પાકી ટ્રેનિંગ લેવી…



