રમૂજી સવાલના મનમોજી જવાબ

- દર્શન ભાવસાર
શ્રાદ્ધ માટે કબૂતરને ખવડાવીએ તો?
*શકુનિગીરી ન ક્રો…ક્યાં શાંતિદૂત એવા કબૂતરને કર્કશ કાગડા સાથે બધાવી મારો છો?!
સાચો દોસ્ત એટલે?
*ઉછીના પૈસા ઝટ પાછા ન માંગે ને ન યાદ અપાવે એ!
પ્રેમિકાને ભગાડી જવા માટે શું ધ્યાન રાખવાનું?
*પ્રેમિકા સાથે આવે, પણ એના પિતા કે ભાઈ પાછળ ના આવે એનું!
શું મારવા છતાંય ઈજા થતી નથી?
*શેખી-ટોણાં ને ગુલબાંગ…
પડ્યો બોલ ઝીલાય તો બેટનું શું?
*કૃપયા ઈન્તજાર કરેં…
દુનિયા દો રંગીમાં કયો રંગ હશે?
*સપ્તરંગ ને નવરંગ.
મેરા સસરા બડા પૈસેવાલા. હું આવું ગાઈ નથી શકતો…તો?
*-તો સાસુ તીરથ, સસુરા તીરથના જાપ જપો.
પ્રદક્ષિણામાં કોઈ દક્ષિણા માગે તો?
*માગે તો બે પ્રદક્ષિણા વધુ ફરવી!
મારા મનનું ધાર્યુ થતું નથી તો શું કરું?
*પત્નીની મન કી બાત જાણી લો…
કૃપા ગુણ એટલે?
*નાપાસ થનારને પાસ કરવાનો અવગુણ.
પત્નીની મિસ કોલ મારવાની આદતથી બચવા શું કરું?
*ફોનને સાયલન્ટ મોડ પર રાખો…
ક્લિન ચીટમાંય કેમ વિવાદ થતો હશે?
*ક્લિન ચીટિંગ હોય એટલે…
ધુતારા કેમ ભૂખે નહીં મરતા હોય?
*પીને મરતા હશે એટલે…
સરખામણી, અળખામણી, સતામણીથી બચવા શું કરું?
*મણિનો નંગ પહેરો અને મંગળવારે એકાસણું કરો.
પહેલાં GSTના ફાયદા ગણાવ્યા …અને હવે GST રદ કરવાના ફાયદા. આ તે કેવું?.
*લગ્ન કરવાના ફાયદા…અને ગેરફાયદા જેવું!
આપણ વાંચો: મગજ મંથનઃ ડિજિટલ લત: માનવીય સંબંધોનો અંત