રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર
ગાય- કૂતરા- કબૂતરના કેસ પણ કોર્ટમાં ગાજવા માંડ્યા.
*શ્રાદ્ધમાં કાગડાની કાગવાસનો કેસ કદાચ કોર્ટમાં જાય તો નવાઈ નહીં.
ગુજરાતમાં દારૂબંધીની મજા કોણ લે છે?
*ગૂપચૂપ પીવાવાળા અને પોલીસ.
AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લોકપ્રિય થશે તો?
*એને મારા જેવા જવાબ આપતાં નહીં આવડે.!
પ્રેમિકા કેવી રીતે પ્રસન્ન થાય?
*ગિફ્ટ અને ક્રેડિટ કાર્ડથી.
દરેક પત્ની શું ઈચ્છે?
*ઉપરનો જવાબ વાંચી લો..!
પતિની કસોટી કોણ કરે?
*પડોશણ..!
હું સાચું બોલું તોય લોકો હસી કાઢે છે
*ખોટું બોલશો તો ખરા અર્થમાં કાઢી મૂકશે…
મારી પત્ની સતત બોલબોલ કરે છે. શું કરું?
*તમે મૌન વ્રત શરૂ કરો…
હું પડોશણના વખાણ કરું તો મારી પત્નીને ગમતું નથી.
*-તો પત્ની પાસે પડોશણની નિંદા શરૂ કરો તો પત્નીને તમારા પર આપોઆપ વહાલ ઊમટશે!
જલસો પડી જાય. તો ઊભો ક્યારે થાય?
*મોજ પડે ત્યારે.
પાણીની કિમત કેટલી?
*ધરાર ચૂકવવી પડે એટલી….
મન હોય તો માળવે જવાય. ના હોય તો?
*-તો ઘેર ચૂપચાપ પડ્યા રહો!
જીભ સાજી તો ઉત્તર ઝાઝા. અને, જીભ માંદી તો?
*સવાલો સાંભળવા પડે.
ફાંદ અને ફાંદો એટલે?
*એકમાં પેટ ને બીજામાં પૈસાનો પ્રોબ્લેમ…
પૈસા હાથનો મેલ અને ક્રેડિટ કાર્ડ?
*પોતાના પૈસાનો ખેલ…
ગરીબીનાં ગાણાં ગવાય તો અમીરીનું શું?
*એના મરશિયા તો ન જ લેવાય !
ટાલની વિગ પહેરીએ તો?
*તોય નસીબ ના ચમકે !
કુંભકર્ણ બારેય મહિના જાગ્યો હોત તો?
*દુનિયા આખીની ઊંઘ ઊડી જાત !
ક્યું સ્વપ્ન સાં?
*સાચું પડે એ !
આ પણ વાંચો…રમૂજી સવાલના મનમોજી જવાબ