ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
MALICE ઉન્માદ, ઘેલછા
MALIGN હથોડી
MALLET દ્વેષભાવ
MAMMAL વ્યાધિકારક
MANIA સસ્તન પ્રાણી
ઓળખાણ પડી?
તાજેતરમાં એશિયન ગેમ્સમાં પુરુષો માટેની ૩૦૦૦ મીટર સ્ટિપલચેઝ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક મેળવનાર ભારતીય એથ્લિટની ઓળખાણ પડી? તેણે નવો એશિયાઈ વિક્રમ સ્થાપ્યો હતો.
અ) અવિનાશ સાબળે બ) પ્રવીણ દેવતળે ક) ચિરાગ શેટ્ટી ડ) અમોજ જેકબ
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
પાસે આવે તેને એ કાપે, એવું જનમનું એ છે ખૂની,
થાય ના એને જેલ કે ફાંસી, માણસ જાતનું છે એ ગુણી.
અ) તલવાર બ) ચપ્પુ ક) દસ્તો ડ) ઓરસિયો
માતૃભાષાની મહેક
મુખ્ય સાત સ્વર આ પ્રમાણે છે: પ્રથમ ષડજ જે નાભિમાંથી ઉત્પન્ન થાય છે. બીજો ઋષભ. હૃદયમાંથી ઉત્પન્ન થાય છે. ત્રીજો ગાંધાર. તે વક્ષસ્થળમાંથી ઉત્પન્ન થાય છે. ચોથો છે મધ્યમ જે કંઠમાંથી ઉત્પન્ન થાય છે. પાંચમો પંચમ. મુખમાંથી ઉત્પન્ન થાય છે. છઠ્ઠો છે ધૈવત જે તાલુમાંથી ઉત્પન્ન થાય છે. સાતમો છે નિષાદ. તે અનુનાસિક મિશ્રિત મૂર્ધન્યમાંથી ઉત્પન્ન થાય છે.
ગુજરાત મોરી મોરી રે
આદ્ય કવિ નરસિંહ મહેતાના ભક્તિગીતમાં ખૂટતો શબ્દ ઉમેરો.
સુખદુ:ખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં,
ટાળ્યાં તે કોઈના નવ ટળે, —————– જડિયાં.
અ) દરબારમાં બ) મંદિરમાં ક) રઘુનાથનાં ડ) ફણીશ્ર્વરનાં
ઈર્શાદ
ગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળતા,
સિતમગરો છે ફિકરમાં સિતમ નથી મળતા.
— અમૃત ઘાયલ
માઈન્ડ ગેમ
(૭૮ + ૫૪ + ૬૬)x ( ૩૫ + ૮૨ + ૪૩) = કેટલા થાય એ ધ્યાનપૂર્વક ગણીને જણાવો.
અ) ૩૦૯૯૦ બ) ૩૧૧૫૦
ક) ૩૧૪૭૫ ડ) ૩૧૬૮૦
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
GAUGE નિશ્ચિત માપ
GAOL કેદખાનું
GAY આનંદી
GAZE ટગર ટગર જોવું
GAZELLE હરણ
ગુજરાત મોરી મોરી રે
મયુર
ઓળખાણ પડી?
થાઈલેન્ડ
માઈન્ડ ગેમ
૩૪૮૦
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
કાંસકો
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧). કિશોરકુમાર જીવણદાસ વેદ (૨). સુભાષ મોમાયા (૩). મુલરાજ કપૂર (૪). નીતા દેસાઇ ૫). શ્રદ્ધા આસર (૬). ખૂશરુ કાપડિયા (૭). ડૉ. પ્રકાશ કટકિયા (૮). ભારતી પ્રકાશ કટકિયા (૯). ભારતી બૂચ (૧૦). મહેન્દ્ર લોઢાવિયા (૧૧). હર્ષા મહેતા (૧૨). વીભા મહેશ્ર્વરી (૧૩). પુષ્પા પટેલ (૧૪). નીખીલ બેન્ગાલી (૧૫). અમિષી બેન્ગાલી (૧૬). રમેશ દલાલ (૧૭). જ્યોતિ ખાંડવાલા (૧૮). હીના દલાલ (૧૯). નંદકિશોર સંજાણવાળા ૨૦). ઇનાક્ષી દલાલ (૨૧). જ્યોત્સના ગાંધી (૨૨). મનીષા શેઠ (૨૩). ફાલ્ગુની શેઠ (૨૪). મીનળ કાપડિયા (૨૫). ભાવના કર્વે (૨૬). મહેશ દોશી (૨૭). કલ્પના આશર (૨૮). રજનિકાન્ત પટવા (૨૯). સુનિતા પટવા (૩૦). અંજુ ટોલિયા ૩૧). પ્રવીણ વોરા ૩૨). વીણા સંપટ (૩૩). દેવેન્દ્ર સંપટ (૩૪). ગિરીશ બાબુભાિ મિસ્ત્રી (૩૫). હરીશ મનુભાઇ ભટ્ટ (૩૬). નયના ગિરીશ મિસ્ત્રી (૩૭). જગદીશ ઠક્કર (૩૮). દિલીપ પરીખ (૩૯). નીતીન જે. બજારિયા (૪૦). રસિક જૂથાણી (ટોરેન્ટો- કેનેડા) (૪૧). તાહેર ઔરંગાબાદ (૪૨). શીરીન ઔરંગાબાદવાલા (૪૩). અબદુલ્લા એફ. મુનીમ