ઈન્ટરવલ

મગજ મંથનઃ Gen Zએટલે સમસ્યા નહીં, પરંતુ સંભાવના…

વિઠ્ઠલ વઘાસિયા

સમય સતત બદલાય છે. સમય સાથે માનવીની જીવનશૈલી, વિચારસરણી અને જરૂરિયાતો પણ બદલાય છે. આ પરિવર્તનને સૌથી સ્પષ્ટ રીતે દર્શાવતી બાબત છે – પેઢી. દરેક પેઢી પોતાની આગવી ઓળખ લઈને આવે છે. આજના સમયમાં જે પેઢી શિક્ષણ, સમાજ અને ટેકનોલોજીના કેન્દ્રમાં છે, તે છે Gen Z (જનરેશન ઝેડ).

આ Gen Z ણ શું છે?

Gen Z એવી પેઢી છે, જેનો જન્મ 1997 થી 2012 વચ્ચે થયો છે. આજના મોટાભાગના વિદ્યાર્થીઓ આ જ પેઢીના છે. આ પેઢીને Digital Native Generation’ પણ કહેવામાં આવે છે, કારણ કે આ પેઢી જન્મથી જ મોબાઈલ, ઈન્ટરનેટ અને ટેકનોલોજી સાથે ઉછરી છે. Gen Z માટે ટેકનોલોજી કોઈ નવી વસ્તુ નથી. તે તેમના જીવનનો સ્વાભાવિક ભાગ છે. Gen Z અને ટેકનોલોજી વચ્ચે અતૂટ સંબંધ છે.

આજના વિદ્યાર્થીઓ મોબાઈલ દ્વારા અભ્યાસ કરે છે. Google અને YouTube પરથી માહિતી મેળવે છે. Online ક્લાસ અને Apps દ્વારા શીખે છે. AI અને નવી ટેકનોલોજી પ્રત્યે રસ ધરાવે છે. આ પેઢી ઝડપથી શીખે છે અને નવી વસ્તુઓને સહેલાઈથી સ્વીકારે છે. જો ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ થાય તોGen Z વિદ્યાર્થીઓ માટે અભ્યાસ વધુ સરળ અને રસપ્રદ બની શકે છે.

  • અભ્યાસ પ્રત્યે Gen Z નો દૃષ્ટિકોણ:

Gen Z વિદ્યાર્થીઓ અભ્યાસને માત્ર પુસ્તકો અને પરીક્ષા સુધી મર્યાદિત નથી રાખતા. એ લોકો પ્રશ્ન કરે છે – ‘શા માટે?’ માત્ર રટણ નહીં કરતાં સમજણને મહત્ત્વ આપે છે. Practical Knowledge અને Skills તરફ વધુ ઝુકાવ રાખે છે. આજના વિદ્યાર્થીઓ માને છે કે માત્ર ડિગ્રીથી નહીં, પરંતુ કૌશલ્ય (Skills)થી જ જીવનમાં સફળતા મળે છે.

  • કારકિર્દી ને સપનાંઓ:

પહેલાંના સમયમાં વિદ્યાર્થીઓનાં સપનાંઓ મર્યાદિત હતા, પરંતુ Gen Z માટે સપનાંઓની દુનિયા વિશાળ છે, જેવી કે- ડોક્ટર, એન્જિનિયર, YouTuber, Coder, Designer, Freelancer, Entrepreneur, Startup Founder.. આ બધા વચ્ચે Gen Z વિદ્યાર્થીઓ પોતાનું મનગમતું કામ કરવા માગે છે. પૈસાની સાથે સાથે સંતોષ અને ખુશીને પણ મહત્ત્વ આપે છે.

  • સામાજિક જાગૃતિ:

Gen Z માત્ર પોતાના ભવિષ્ય વિશે જ નહીં, પરંતુ સમાજ વિશે પણ વિચાર કરે છે, જેમ કે પર્યાવરણનું રક્ષણ, સમાનતા, ન્યાય, માનસિક આરોગ્ય અને સામાજિક જવાબદારી વગેરે.
આ પેઢી અન્યાય સામે અવાજ ઊઠાવે છે અને સાચા-ખોટા વચ્ચે તફાવત સમજવાની કોશિશ કરે છે.

  • Gen Zના સકારાત્મક ગુણ:

Gen Z વિદ્યાર્થીઓમાં અનેક સારા ગુણો જોવા મળે છે:

1) આત્મવિશ્વાસ – પોતાની વાત ખુલ્લેઆમ કહેવાની હિંમત ધરાવે છે.

2) સર્જનાત્મકતા – નવી રીતે વિચારવાની ક્ષમતા ધરાવે છે.

3) તેમનામાં શીખવાની શક્તિ ઝડપી હોય છે.

4) ટેકનોલોજીનું પૂરતું જ્ઞાન ધરાવે છે.

5) તેમનામાં પરિવર્તન સ્વીકારવાની તૈયારી પણ હોય છે.

આ બધા ગુણ તેમને આવતીકાલના સક્ષમ નાગરિક બનાવી શકે છે.

  • પડકારો તથા મુશ્કેલીઓ:

ઘણા બધા સારા ગુણો સાથે Gen Z કેટલાક પડકારોનો સામનો પણ કરે છે. મોબાઈલ અને સોશ્યલ મીડિયાનો અતિ ઉપયોગ અમુક અંશે અવરોધક પણ બને છે. આથી એકાગ્રતાની કમી, તણાવ, ચિંતા અને માનસિક દબાણ હેઠળ જીવે છે. બીજાઓ સાથે પોતાની તુલના કરવાને લીધે પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવામાં નિષ્ફળ જાય છે. Gen Zની ઝડપી જીવનશૈલી ઘણી વખત વિદ્યાર્થીઓને આંતરિક શાંતિથી દૂર લઈ જાય છે.

  • વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન:

Gen Z વિદ્યાર્થીઓ જો નીચેની બાબતો ધ્યાનમાં રાખે, તો તેઓ સફળ થઈ શકે છે:

મોબાઈલનો ઉપયોગ શીખવા માટે કરો, સમય બગાડવા માટે નહીં.

રોજ વાચન અને વિચાર માટે સમય કાઢો.

શરીર અને મનની કાળજી લો.

માતા-પિતા અને શિક્ષકો સાથે ખુલ્લી વાતચીત કરો.

પોતાની તુલના બીજાઓ સાથે નહીં, પોતાની પ્રગતિ સાથે કરો.

  • માતા-પિતા વત્તા શિક્ષકોની ભૂમિકા:

Gen Z વિદ્યાર્થીઓને સમજવા માટે માતા-પિતા અને શિક્ષકોએ પણ બદલાવ લાવવો પડશે. Gen Z પેઢી આદેશ ઝીલવા ટેવાયેલી નથી. આથી તેમની સાથે કામ લેનાર માતા-પિતા કે શિક્ષકોએ સમજાવટથી કામ પાર પાડવું જોઈએ. માતા પિતાએ બાળકોના વિચારોને માન આપવું જોઈએ. જરૂર પડે ત્યાં માર્ગદર્શન અને સહકાર આપવો જોઈએ. વિશ્વાસ અને સંવાદથી જ બાળકો અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડી શકાય છે.

ટૂંકમાં ….
Gen Z માત્ર આજની પેઢી નથી, પરંતુ આવતીકાલનું ભવિષ્ય છે. આ પેઢી પાસે ટેકનોલોજીનું જ્ઞાન, નવી વિચારશક્તિ અને પરિવર્તનની શક્તિ છે. જો તેમને યોગ્ય માર્ગદર્શન, સમજણ અને સંસ્કાર મળે, તો તેઓ દેશ અને સમાજને નવી દિશા આપી શકે છે. Gen Z એટલે માત્ર સમસ્યા નહીં, પણ એના સંભવિત ઉકેલ પણ Gen Z પાસે છે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button