ફોકસ: સામૂહિક ઉત્સવ એટલે બોનાલૂ પર્વ

ધીરજ બસાક
ભારત સાંસ્કૃતિક વિવિધતાઓનો દેશ છે. અહીં દરેક ક્ષેત્રની પોતપોતાની એક વિશેષ સાંસ્કૃતિક પરંપરાઓ છે, જે લોકોના વિશ્ર્વાસ, જીવનશૈલી અને પ્રકૃતિથી જોેડાયેલી છે. આવું જ એક રંગીન જીવન જીવનાર અને સામૂહિક ગતિવિધિઓથી ઓતપ્રોત તહેવાર એટલે બોનાલૂ તહેવાર.
જેને તેલંગાણા રાજ્યના રાજકીય તહેવારનો દરજજો આપવામાં આવેલ છે. આ લોકકલા, નૃત્ય, સંગીત, અને નારી શક્તિ માટે શ્રદ્ધાનો સંગમ જ નહીં પરંતુ સાંસ્કૃતિક પર્યટનનો એક મહાન સ્ત્રોત છે.
બોનાલૂનો અર્થ એટલે બોનમ એટલે કે, ભોગ અથવા ભેટ થાય છે. આમ જોઈએ તો દેવી મહાકાલીને જે ભોગ ધરવામાં આવે છે તેને બોનાલૂ કહેવાય છે, જે ચોખા, દૂધ, ગોળ અને આમલીથી બને છે. આને માટીના વાસણમાં સજાવીને મહિલાઓ દેવીમાના મંદિર સુધી લઈ જાય છે. આ દ્રશ્ય એટલુ સુંદર હોય છે કે જેણે બોનાલૂની કતાર જોઈ હોય તેઓ આ દ્રશ્ય ક્યારેય પણ ભૂલી નથી શકતા.
આપણ વાંચો: અલખનો ઓટલો ઃ ઉત્સવનો આનંદ આધિ-વ્યાધિ-ઉપાધિમાંથી મનુષ્યને મુક્ત કરે છે
હૈદરાબાદ,સિકંદરાબાદ અને તેની આસપાસના જિલ્લામાં બોનાલૂ પર્વ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. આ પર્વ દેવી મહાકાલીને સમર્પિત છે અને વરસાદની શરૂઆતમાં કૃષિ સમૃદ્ધિની કામના માટે ઉજવવામાં આવે છે.
આમ જોઈએ તો બોનાલૂ માત્ર દેવી પૂજનનો પર્વ જ નથી પરંતુ નારી શક્તિનું ગૌરવ, સામાજીક એકતા અને સાંસ્કૃતિક ઓળખને એક રૂપથી વ્યક્ત કરવાનો એક વિશાળ માર્ગ છે. આ પર્વમાં મહિલાઓ ગ્રીન કલરની સાડી પહેરે છે.
હાથમાં બંગડી, કપાળે ચાંદલો એટલે કે, પૂર્ણ શૃંગાર સાથે ગીત ગાતા ગાતા માતાને ભોગ ચડાવવા જાય છે. તેમની સાથે લોકનૃત્ય, ઢોલ, વગેરેનું ઝુંડ ચાલે છે અને પારંપારિક ગીતોથી જાણે વાતાવરણ ગુંજી ઊઠે છે. આ પર્વ એટલે ઉલ્લાસ અને આધ્યાત્મિકતાનો સંગમ.
બોનાલૂ પર્વમાં આમ જનતાનો ઉત્સાહ એટલા માટે વધારે હોય છે કારણકે, આ પર્વના આગમન સાથે જ કૃષિ ચક્રની શરૂઆત થઈ જાય છે. વરસાદની મોસમ શરૂ થતાં જ ખેડૂતો ખેતી તરફ વળે છે. તેથી જ આ પર્વ દેવીને ધન્યવાદ કરવા માટે આવતું વર્ષ સારું જાય તેની માટે પ્રાર્થના કરવાનો પણ તહેવાર કહેવાય છે.
આપણ વાંચો: ફોકસ: એકતાની મિસાલ- અરુણાચલનો દ્રી ફેસ્ટિવલ
લોકમાન્યતા એવી છે કે, દેવી મહાકાલી લોકોના કષ્ટ અને મહામારીઓથી રક્ષા કરે છે અને તેમના જ કારણે સારો વરસાદ પડે છે જેનાથી સારો પાક થાય છે અને લોકોને સારું સ્વાસ્થ્ય મળે છે. તેથી જ આ પર્વ તેલંગાણાની લોક સંસ્કૃતિ માટે ખૂબ જ જીવંત પર્વ છે. ખાસ કરીને ગ્રામીણ જનજીવનમાં તો અત્યંત ઉત્સાહ સાથે મનાવવામાં આવતો પર્વ છે. બોનાલૂમાં ભોગ, અપર્ણ , જુલુસ અને પૂજાના માઘ્યમ દ્વારા ગામના લોકો દેવી મા સમક્ષ પોતાની ભાવના વ્યક્ત કરે છે.
સામૂહિકતા એ આ પર્વની ખાસ વિશેષતા છે. આ કોઈ વ્યક્તિગત પૂજાનો પર્વ નથી પરંતુ ભાગીદારીથી આ પર્વ ઉજવવામાં આવે છે. ગામ અને શહેરોમાં તો લોકો હળીમળીને બોનાલૂ પૂજાનું આયોજન કરે છે.
પાધડી પહેરેલા પુરુષ, તેલ ચોળીને નાચતો ભૈરવ, ડફલી વગાડતા યુવક, દેવીમાનું સ્વરૂપ ધારણ કરેલા નાનાં બળકો, આ બધું જ જાણે એક ચાલતી ફરતી ફિલ્મ જેવું લાગે છે. વાસ્તવમાં આ એક લોકકલાને જીવંત રાખવાની એક પદ્ધતિ છે. બોનાલૂ ઉત્સવમાં દેવીમાની પાલખીનું જુલુસ રસ્તા પર હજારો લોકો સાથે નીકળે છે.
આપણ વાંચો: પાંચ વર્ષમાં પહેલી વાર મહેબૂબા મુફ્તી LG મનોજ સિન્હાને મળ્યા, કાશ્મીરી પંડિતોનો અવાજ ઉઠાવ્યો…
આ દરમિયાન મહિલાઓ માથા પર ‘બોનમ’ રાખી ચાલે છે. આ આખા જુલુસ દરમિયાન ઢોલ નગારા વાગે છે અને આનંદ ઉત્સાહ સાથે દેવી માને મંદિર તરફ લઈ જવાય છે.
બોનાલૂ આમ તો ખૂબ જ જૂનો પર્વ છે. સાલ 1813માં હૈદરાબાદમાં જબરદસ્ત પ્લેગ થયો હતો. ત્યારે પ્લેગથી મુક્તિ પામવા માટે દેવી મહાકાલીને પ્રાર્થના કરી હતી અને સાથે માનતા પણ માની હતી કે, જો આ મહામારી સમાપ્ત થઈ જશે તો વિશેષ પૂજા કરી ‘બોનમ’નો ભોગ ચડાવવામાં આવશે. વાસ્તવમાં તે જ માન્યતાને ધ્યાનમાં રાખી આ ઉત્સવ મનાવવામાં આવે છે.
બોનાલૂ પર્વને એક આદર્શ સામૂહિક સાંસ્કૃતિક પર્વ તરીકે મનાવવામાં આવે છે કારણકે, આ પર્વમાં બધી જ ઉંમરના લોકોની ભાગીદારી હોય છે. આ પર્વમાં મહિલાઓ સમાજનું નેતૃત્વ કરતા જોવામાં આવે છે.
કલા અને સંસ્કૃતિની અભિવ્યક્તિની દ્રષ્ટિએ પણ બોનાલૂ એક જીવંત પર્વ છે. આ પર્વમાં ધાર્મિક્તાની સાથે લોકધર્મી સંતુલન પણ શામિલ છે. તેથી જ બોનાલૂ કેવળ માત્ર એક સામાન્ય તહેવાર નથી પરંતુ સંસ્કૃતિ, આસ્થા અને સામૂહિકતાની પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા દેખાડવાનો પર્વ છે.