તસવીરની આરપારઃ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કેવી રીતે થાય છે?

ભાટી એન.
ભારતમાં આમતો અસંખ્ય શિવાલય આવેલા છે, દેવાધિદેવ શંકર ભોળાનાથની લીલા જ જુદી છે બધાની મૂર્તિ પૂજાય પણ ભોળાનાથ મહાદેવની લિંગ પૂજાય છે. તેમની સાથે ગણેશ, હનુમાન પણ હોય છે, આમ તો ગામડામાં કે શહેરમાં અસંખ્ય મહાદેવ મંદિર દીઠા હોય. અરે બાર જ્યોતિલિંગ પણ આપણે જોયા હશે, પણ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કેમ થાય તેમાં કેવો યજ્ઞ થાય તેની આછેરી ઝલક આપું છું.
વાંકાનેરમાં દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની આજ્ઞાથી મહાયજ્ઞના શાસ્ત્રી ધર્મેશભાઈ પુરોહિત અને તજજ્ઞ ભૂદેવની ટીમ દ્રેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે અગાઉ આવી પંડાલમાં ભદ્ર મંડળને નીહાળ્યો, જે 20 ફૂટ લાંબો, ચાર ફૂટ ઊંચો છે.
આ ભદ્ર મંડળમાં 1764 દેવતાઓનો વાસ યુક્ત અને તેમાં કલરફુલ ચોખાથી જે દેવતાની કલાકૃતિ કે તેનું પ્રતિક એક્સ્ટ્રાઓર્ડીનરી બનાવેલી મનમોહક ચોખાની ચિત્રકલા જોઈ હું તો અચરજ પામી ગયો.!
આ ભદ્ર મંડળમાં (1) ગણેશ મંડળ તેમાં ગણેશજીનો ફોટો ત્યાં નીચે ચોખાથી તેની કૃતિ (2) માતૃકા મંડળ (3) યોગિની મંડળ (4) દીપસ્થાન (5) પ્રધાન દેવતા મંડળ જે મુખ્ય વચ્ચે અને મોટું તેમાં દેવતાની છબી તેને અનુરૂપ કૃતિ અને વચ્ચે કળશ, ડમં અને ઘણી વસ્તુઓ (6) ગુસ્થાન મંડળ (7) વર્ધીની મંડળ (8) લક્ષ્મી નારાયણ મંડળ (9) ગ્રહ મંડળ ત્યાં બધે ફળ ફળાદી, સુકો મેવો, શાલ પુષ્પો અને શણગાર ભદ્ર મંડળમાં અભિવૃદ્ધિ કરતી હતી. સામે યજ્ઞ કુંડ પણ દૈદિપ્યમાન હતો.
આ દ્રેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ સામાન્ય રીતે લંબ ગોળાકાર હોય પણ આ શિવલિંગ લંબ ચોરસ ટાઈપનું છે, પણ આ શિવલિંગ ઓમકારેશ્વર પાસે નર્મદા કિનારે આવેલ બકાવા ગામે મા નર્મદા ખળ ખળ વહે છે ત્યાં બાણાસુર રોજે શિવલિંગની સ્થાપના કરે, પૂજા કરે અને નર્મદા નદીમાં પધરાવી દે આમ કરતા ત્યાં નદીમાં ઘસાતા પથ્થર ઘસાતા ઘસાતા નેચરલ લિંગ બની જાય અને ત્યાં આપણે ગયા હોઈએ ત્યારે શોધીને નર્મદા નદીમાંથી લિંગ કાઢી આપે.
આમ આ શિવલિંગ કુદરતી રીતે બનેલું છે, જેનું વજન 25 કિલો જેવું હશે ચોકલેટ ડાર્ક શિવલિંગ દેખાવમાંજ સુરેખ લાગે જેની કિમત પણ ઘણી હશે.! શિવ મંદિરમાં શેની જરૂર પડે. શિવલિંગ, લીંગનું થાળું, પંચ ધાતુનો લિંગ ફરતે નાગદેવતા, ચાંદીનું છતર, ગળતી, શિખરનું કળશ, ધજા દંડ, નંદી (પોઠીયો), કાચબો, ઘંટ, ઝાલર, ત્રિશુલ, ગણેશ, હનુમાન, ધૂપેલિયું, દ્રાક્ષની માળા, ડમં, આટલી સામાન્ય વસ્તુઓ જોઈએ.
દ્રેશ્વર મહાદેવ મંદિરનાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવા દ્વારકા જગતગુ શંકરાચાર્યજી મહારાજનાં શિષ્ય બ્રહ્મચારી નારાયણનંદજી સ્વામીનાં વરદ હસ્તે તેમ જ ભૂદેવોનાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હર હર મહાદેવનાં ગુંજારવ સાથે પ્રાણ પ્રતિષ્ઠા થઈ પણ તેમાં દૂધાભિષેક, દહીંભિષેક, મધભિષેક, ચંદનભિષેક, જલાભિષેક, જેવા અભિષેક બાદ શિવલિંગની સફાઈ કરી ઉપવસ્ત્રમાં સફેદ ધોતી વીંટી ફૂલનો શણગાર, બીલીપત્ર, ચઢાવી અદ્ભુત દર્શન લાગતા હતા.
વાંકાનેરમાં શિવાલયની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તેની ખાસ વિશેષતાએ હતી કે મોસ્ટ ઓફ શિવલિંગને શિખર પરથી નીચે લાવવામાં આવે છે, પણ અહીં શિવલિંગને દરવાજામાંથી લાવી પ્રાણ પ્રતિષ્ઠા કરેલ આમ ખાસ શિવાલયની પ્રાણ પ્રતિષ્ઠા જોઈ તેનું આલેખન કરી આપને અવગત કં છું.