
-ભાટી એન.
ભારતમાં રેલવે ટ્રેનનો ઇતિહાસ ખૂબ જ રોચક છે, પ્રથમ સ્ટીમ એન્જિન જે કોલસાથી ચાલતી ટ્રેન તે નેરો ગેજથી શરૂઆત થઈ. પછી મીટરગેજ અને અત્યારે બ્રોડગેજ ચાલે છે. આમ સ્ટીમ એન્જિનનો યુગ ખૂબ લાંબો ચાલ્યો પછી ડીઝલ એન્જિનનો યુગ આવતા છુકછુક એન્જિને વિદાય લીધી ને ઝડપી યુગનાં એંધાણ દેખાવા લાગ્યા. ડીઝલ એન્જિન બાદ ઇલેક્ટ્રિક એન્જિન આવ્યા, તેમાં ઝડપી ટ્રેનો બનવા લાગી. આજે જે બુલેટ ટ્રેન જાપાનમાં ચાલે છે તે પણ અમદાવાદથી મુંબઈ વચ્ચે થોડા વર્ષમાં જોવા મળશે. આજે આપણે ગુજરાતનું પાટનગર ગાંધીનગર, અમદાવાદ વચ્ચે ચાલતી મેટ્રો ટ્રેન વિશે જાણીશું.
અમદાવાદ અત્યારે ટ્રાફિક સમસ્યાથી તરબતર છે, બસ, રેલવે, રિક્ષા, મોટર, સ્કૂટર આમ તેમ દોડાદોડ કરે છે, એવામાં ટ્રાફિકને કંટ્રોલ કરવા સરકારે અમદાવાદ મેટ્રો ચલાવવાનો નિર્ણય લીધો. તેમાં ખૂબ જ ખર્ચ હોવા છતાં મેટ્રો ટ્રેન ચાલુ કરી. મેટ્રો રેલવે સિમેન્ટનાં પિલર ઉપર ને આર.સી.સી.થી ખાસી ઊંચાઈએ સ્ટેશન બનાવ્યા એટલે મેટ્રો ચાલે ત્યારે ટ્રેક કે સ્ટેશન પર કોઈ ફાલતુ વ્યક્તિ આવી જ ના શકે. તેવી કડક વ્યવસ્થા કરીને લાંબા ત્રણ ડબ્બા ફૂલી એ. સી. ને અત્યાધુનિક સિસ્ટમ.ને આ ટ્રેનમાં બેસવા માટે સ્ટીલના બાંકડા નાના રાખેલ છે. વચ્ચે સ્પેસ વધારે હોવાથી વધુ પેસેન્જર ઉભા રહી શકે તે માટે ઘણા હેન્ડલ રાખેલ છે અને સ્ટેશન આવે ત્યારે બે દરવાજા પહેલો સ્ટેશનનો દરવાજો ખુલે તેની સાથે ટ્રેનનો દરવાજો ખુલે ટ્રેન ચાલુ થતા જ બધા દરવાજા બંધ થાય પછી જ ટ્રેન ચાલુ થાય. સ્પીડલી મેટ્રો ટ્રેનમાં ટૂંકા અંતરનાં ઘણા સ્ટેશન છે. જેથી તમામ વિસ્તારને લાભ મળે મેટ્રો ટ્રેનની ખાસ વિશેષતા તે છે કે ઓન્લી 10 રૂપિયાથી 20 રૂપિયામાં. અમદાવાદથી ગાંધીનગર જઈ શકો તેમ જ દરેક રેલવે સ્ટેશન પર કડક ચેકીંગ, જવા કે આવવા માટે ટિકિટ ફરજીયાત હોવી જરૂરી સ્કેનિંગ થાય તો જ દરવાજો ખુલે ને તમે અંદર, બહાર નીકળી શકો.
આ પણ વાંચો: તસવીરની આરપાર : વાંકાનેર છે સ્થાપત્ય કલાનું ઉત્તમ ઉદાહરણ
જી હા, અને દર પાંચ, સાત મિનિટે ટ્રેન મળે. ચડવા-ઉતરવા માટે ઇલેક્ટ્રિક સીડી, લિફ્ટની સુવિધા છે. આમ 10 કે 20 રૂપિયામાં અમદાવાદનાં આ છેડાથી બીજા છેડે જઈ શકો એવી સુવિધા મેટ્રો ટ્રેન આપે છે.
અમદાવાદ મેટ્રો એ ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ, ગાંધીનગર અને ગિફ્ટ સિટી શહેરો માટે એક ઝડપી પરિવહન વ્યવસ્થા છે. હાલમાં નેટવર્ક 58.87 કિમી. (36.580 માઇલ) લાંબું છે અને તેમાં 47 કાર્યરત સ્ટેશનો છે. લાંબા નોર્થ-સાઉથ કોરિડોરમાં 15 સ્ટેશન છે. સાબરમતી, એઇસી, સાબરમતી રેલવે સ્ટેશન, રાણીપ, વાડજ, વિજયનગર, ઉસ્માનપુરા, ઓલ્ડ હાઇકોર્ટ, ગાંધીગ્રામ, પાલડી, શ્રેયાંશ ક્રોસિંગ, રાજીવનગર અને જીવરાજ સ્ટેશન રહેશે.
લાઇન 1- બ્લુ લાઇન (પૂર્વ-પશ્ર્ચિમ લાઇન): થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ અમદાવાદ મેટ્રોની બ્લુ લાઇન, 20.78 કિમી.થી વધુ લંબાઈમાં ફેલાયેલી છે, જેમાં 17 મેટ્રો સ્ટેશન કાર્યરત છે.
આ પણ વાંચો: તસવીરની આરપાર: અષાઢી બીજે ભગવાન જગન્નાથની મનો રથયાત્રા
ગુજરાતમાં મેટ્રોના વિકાસ માટે એક સરકારી પહેલ કરવામાં આવી હતી, આમ ગુજરાતમાં મેટ્રો રેલના બાંધકામની દેખરેખ રાખવા માટે GMRCની રચના કરવામાં આવી હતી.
ફેઝ-2 માટે ટેન્ડરિંગ જાન્યુઆરી 2020માં શરૂ થયું હતું. 18 જાન્યુઆરી 2021ના રોજ, ફેઝ-2નો શિલાન્યાસ પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. ફેઝ-2 નો ટ્રાયલ રન ફેબ્રુઆરી 2024 માં GNLU અને ધોળાકૂવા સર્કલ સ્ટેશનો વચ્ચે શરૂ થયો હતો. ગાંધીનગરના સેક્ટર-1 સ્ટેશનને રેડ લાઈન અને બ્રાન્ચ વાયોલેટ લાઇન સાથે જોડતી યલો લાઇન અને આઠ સ્ટેશનોનું ઉદ્ઘાટન 16 સપ્ટેમ્બર 2024 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. યલો લાઇન પરના સાત નવા સ્ટેશનો 27 એપ્રિલ 2025 ના રોજ જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. 2003 માં, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે શહેરી પરિવહન માટે અભ્યાસ હાથ ધર્યો. તેણે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન અને RITES દ્વારા વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ પણ હાથ ધર્યો અને જૂન 2005માં તેને સબમિટ કર્યો અને તે જ વર્ષે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવી. 4,295 કરોડ ના અંદાજિત ખર્ચ અને પ્રોજેક્ટની કાર્યક્ષમતાના અભ્યાસ પછી, 2005માં અમદાવાદ BRTS અને ઉપનગરીય રેલ્વે પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવા માટે તેને છોડી દેવામાં આવ્યો. 2008 માં, અમદાવાદ અને ગાંધીનગર અને તેની આસપાસના ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખીને, પ્રોજેક્ટને પુનર્જીવિત કરવામાં આવ્યો અને પ્રોજેક્ટને વ્યવહારુ બનાવવા માટે નવા કોરિડોર ડિઝાઇન કરવામાં આવેલ. સ્પેશિયલ પર્પઝ વ્હિકલ કંપની, મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ કંપની લિમિટેડ, જેને પાછળથી 2018માં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC) નામ આપવામાં આવ્યું, તેની સ્થાપના ગુજરાત સરકારે 4 ફેબ્રુઆરી 2010ના રોજ 202 કરોડ સાથે કરી હતી. પાછળથી 2014 માં, એવું નક્કી કરવામાં આવ્યું કે કેન્દ્ર સરકાર કંપનીમાં 50% હિસ્સો ધરાવશે. આવી ગુજરાતની મેટ્રોમાં આરામ દાયક મુસાફરી કરવા માટે એક વાર મેટ્રો ટ્રેનમાં બેસજો તો મોજ આવી જશે.