ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર
- ગૃહિણીઓની ચર્ચામાં કયો કોમન પ્રશ્ન ચર્ચાય?
કામવાળા કેટલા પૈસા લે છે… મહિનામાં કેટલી રજા પાડે? - ગુલાબ અને જુલાબ વચ્ચે ફરક શું?
ગુલાબ મન તરબતર કરે… જુલાબ પેટ હળવું કરે… - નીડર નારીને શેની બીક લાગે?
ઝાંસીની રાણી પણ ઉંદર-વંદા-ગરોળીથી ફફડતી હતી! - નેતા ક્યારે ચૂપ રહે?
સાંભળનાર કોઈ ન હોય ત્યારે… - હાથના કર્યા હૈયે જ કેમ વાગે?
કારણકે એનો અવાજ આવતો નથી… - દિલના ડોક્ટરનું દિલ કેવું હોય?
લવનો એટેક જલદી ન આવે એવું! - ધરમનો ધક્કો કેવો હોય?
ભગવાન પણ ભૂલાય જાય એવો… - બદલાની આગ હોય. પવન કેમ નહીં?
આગ જલ્દી પ્રસરી શકે. - ભરોસો તોડનાર સાથે કેવો વ્યવહાર રાખવો?.
ભરોસા મંદ… ! - ચૂનો ધોળવો ને ચૂનો ચોપડવો. ફરક શું?
એક દીવાલ ચમકાવે…બીજાથી પૈસા દલ્લો ઘટે… - ખુરશીના બદલે જમીન પર બેસીએ તો?
-તો કોઈ તમારી ખુરશી ન ઉથલાવી શકે!. - કાકા કેમ વાંકા ચાલે?
જુવાનીમાં બહુ સીધા ચાલ્યા હોય એટલે… - મન માંકડા (વાંદરા) જેવું હોય તો તન?
ટનાટન ઘોડા જેવું…. - સગા શુભ પ્રસંગમાં કેમ રિસાઈ જતા હોય?
જેથી બધાની નજરે ચડે અને પછી પડે!



