માર્ક ઝુકરબર્ગે માંગી ડૉનાલ્ડ ટ્રમ્પની માફી, વીડિયો થયો વાયરલ | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

માર્ક ઝુકરબર્ગે માંગી ડૉનાલ્ડ ટ્રમ્પની માફી, વીડિયો થયો વાયરલ

વોશિંગ્ટન ડીસી: નવા ટેરિફના અમલ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવા માંગતા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે, તાજેતરમાં ડૉનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસ ખાતે દેશની અગ્રણી કંપનીના સીઈઓ સાથે ડિનરનું આયોજન કર્યું હતું. જોકે, આ ડિનર દરમિયાન માર્ક ઝકરબર્ગે ડૉનાલ્ડ ટ્રમ્પની માફી માંગી હતી. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આવો જાણીએ માર્ક ઝકરબર્ગને ડૉનાલ્ડ ટ્રમ્પની માફી કેમ માંગવી પડી.

ઝકરબર્ગ કરશે 600 અરબ ડોલરનું રોકાણ

ડૉનાલ્ડ ટ્રમ્પે મેટાના માર્ક ઝકરબર્ગથી લઈને ગૂગલના કો-ફાઉન્ડર સર્ગી બ્રિન સુધીના દિગ્ગજોને ડિનરમાં આમંત્રણ આપ્યું હતું. માર્ક ઝકરબર્ગ સાથે ટિમ કૂક, બિલ ગેટ્સ, સુંદર પિચાઈ સહિતની હસ્તીઓ ડિનર ટેબલ પર બેસેલી હતી. ત્યારે ડૉનાલ્ડ ટ્રમ્પે માર્ક ઝકરબર્ગને સવાલ કર્યો હતો કે, માર્ક તમે આગામી વર્ષે અમેરિકામાં કેટલું રોકાણ કરશો?

ટ્રમ્પના આ સવાલનો જવાબ આપતા ઝકરબર્ગે જણાવ્યું હતું કે, “મને લાગે છે કે સંભવતઃ 600 અરબ ડોલરનું હશે. જે અમે અમેરિકામાં 2028 સુધી કરીશું.” ઝકરબર્ગના આ જવાબની ડૉનાલ્ડ ટ્રમ્પે પ્રસંશા કરી હતી. ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, “આ ઘણું વધારે છે. માર્ક આ બહુ શાનદાર છે કે તમે અમારી સાથે છો.”

https://twitter.com/Gadget440/status/1964135460566937980?t=5sV5Ha5ys5pwwPOZHEI4_A&s=19

માફ કરજો, હું તૈયાર ન હતો

જોકે, થોડી ક્ષણો બાદ ઝકરબર્ગે ડૉનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે, “માફ કરજો, હું તૈયાર ન હતો…મને ખબર ન હતી કે તમે કયો આંકડો સાંભળવા ઈચ્છતા હતા.”

માર્ક ઝકરબર્ગની આ વાત સાંભળીને ડૉનાલ્ડ ટ્રમ્પ હસી પડ્યા હતા. આ સમયે તેમનું માઇક ઓન હતું. જેથી તેમનો સંવાદ ડિનરમાં ઉપસ્થિત દરેક જણે સાંભળ્યો હતો. જોકે, માર્ક ઝકરબર્ગની માફીનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button