ટ્રમ્પની શાંતિ સમજૂતીની પહેલના વખાણ, પણ ઝેલેન્સ્કીએ આપી સ્પષ્ટ ચેતવણી: 'અમે અમારી શરતોથી પાછા નહીં હટીએ' | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ટ્રમ્પની શાંતિ સમજૂતીની પહેલના વખાણ, પણ ઝેલેન્સ્કીએ આપી સ્પષ્ટ ચેતવણી: ‘અમે અમારી શરતોથી પાછા નહીં હટીએ’

કિવ, યુક્રેન: રિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે અલાસ્કામાં થયેલી બેઠક બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ એક નિવેદન આપ્યું હતું. તેમણે ટ્રમ્પના ઐતિહાસિક શાંતિ સમજુતી માટે યુક્રેનને સુરક્ષા ગેરેંટી આપવાની પહેલના વખાણ કર્યા હતા. સાથે જ તેમણે વ્હાઈટ હાઉસમાં થનારી તેમની બેઠક મુદ્દે પણ સ્પષ્ટતા કરી દીધી છે કે યુક્રેન તેની અખંડતા અને સાર્વભૌમત્વ સાથે કોઈ બાંધછોડ નહી કરે અને તેઓ પોતાની શરતો સાથે યુદ્ધ વિરામ માટે સંમત થશે. જેનું યુરોપીય દેશોએ પણ સમર્થન કર્યું હતું.

ઝેલેન્સકીનું વૉશિંગ્ટનમાં ટ્રમ્પ સાથે સોમવારે યોજાનારી બેઠક પહેલાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘જ્યારે અમેરિકા યુક્રેન માટે સુરક્ષા ગેરંટીમાં ભાગ લેવા તૈયાર છે ત્યારે આ એક ઐતિહાસિક નિર્ણય છે, આ ગેરંટી આપણા સંયુક્ત પ્રયાસોનું પરિણામ હોવી જોઈએ જે ખરેખર વ્યાવહારિક હોય, જેમાં જમીન, હવા અને સમુદ્રમાં સુરક્ષા સામેલ હોય અને યુરોપની ભાગીદારી સાથે વિકસાવવામાં આવે.’તેમણે કહ્યું કે રશિયા સાથેની વાતચીત વર્તમાન મોરચાની રેખાથી શરૂ થવી જોઈએ.

યુરોપિયન દેશોનું પણ સમર્થન

ઝેલેન્સકીએ યુરોપિયન દેશોનો આભાર માનતા કહ્યું કે તેમણે અમારી સ્થિતિને મજબૂત બનાવતું મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. બીજી તરફ, યુરોપિયન નેતાઓ પણ આ પહેલને સમર્થન આપી રહ્યા છે. બ્રિટિશ વડા પ્રધાન કિઅર સ્ટાર્મર અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ટ્રમ્પની ગેરંટી આપવાની ઇચ્છાની પ્રશંસા કરી હતી અને યુદ્ધ સમાપ્ત થયા બાદ એક આશ્વાસન બળ માટે સમર્થન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જ્યારે, જર્મની અને યુરોપિયન યુનિયને ઝેલેન્સકીની સાથે મળીને એ પુષ્ટિ કરી કે સીમાઓને બળથી બદલી શકાતી નથી.

ઝેલેન્સકી અને ટ્રમ્પને વચ્ચે યોજાનારી બેઠકમાં બને નેતાઓ ઉપરાંત તેમની સાથે બીજા નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ બેઠક દરમિયાન કેટલાક અન્ય યુરોપિયન નેતાઓ પણ ઝેલેન્સ્કી સાથે હાજર રહેશે. નોંધનીય છે કે જ્યારે ટ્રમ્પ અને ઝેલેન્સ્કી ગયા વખતે મળ્યા હતા, ત્યારે બધું બરાબર નહોતું. યુરોપિયન નેતાઓ પહેલાથી જ સતર્ક છે જેથી આ વખતે પણ આવી પરિસ્થિતિ ઊભી ન થાય. ટ્રમ્પ અને પુતિનની બેઠકમાં બંને વચ્ચે કોઈ સમજૂતી થઈ શકી નહોતી.

આ પણ વાંચો…ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદનારા દેશો પર નવા ટેરિફની કોઈ યોજના નહી

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button