ટ્રમ્પ-પુતિન બેઠક પહેલાં ઝેલેન્સ્કીએ ભારતને લઈને આપ્યું નિવેદન: કહ્યું 'આશા રાખીએ છીએ કે ભારત…
ઇન્ટરનેશનલ

ટ્રમ્પ-પુતિન બેઠક પહેલાં ઝેલેન્સ્કીએ ભારતને લઈને આપ્યું નિવેદન: કહ્યું ‘આશા રાખીએ છીએ કે ભારત…

કિવ: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે આજે બેઠક થવાની છે. આ બેઠકનો ઉદ્દેશ છે રશિયા-યુક્રેન યુદ્ધની સમાપ્તિ. આ બેઠક પર સમગ્ર વિશ્વ નજર રાખીને બેઠું છે, ત્યારે આ બેઠક પહેલા યુક્રેન રાષ્ટ્રપ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કીએ પણ ભારતને લઈને એક નિવેદન આપ્યું હતું.

યુક્રેન રાષ્ટ્રપ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “ભારતની જનતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે લખ્યું આ અઠવાડિયે મને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અંગત રીતે વાતચીત કરવાની તક મળી, અને આ પ્રસંગે મેં તેમને મારી શુભેચ્છાઓ પાઠવી હતી.

તેમણે આગળ લખ્યું, “આપણા બંને રાષ્ટ્રો સ્વતંત્રતા અને ગૌરવ માટે ઊભા રહેવાનો, તેમજ શાંતિ અને વિકાસ માટે પ્રયત્ન કરવાનો સમાન અનુભવ ધરાવે છે. અમે આશા રાખીએ છીએ કે ભારત યુદ્ધનો અંત લાવવાના પ્રયાસોમાં ફાળો આપશે.

જેથી અમારી સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ સાચા અર્થમાં સુરક્ષિત થાય. મને પૂરો વિશ્વાસ છે કે યુક્રેન અને ભારત વચ્ચે વિજ્ઞાન, ટેકનોલોજી, વેપાર અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં પરસ્પર લાભદાયક સહકારની ઉજ્જવળ સંભાવનાઓ રહેલી છે.

ઉલ્લેખનીય છે કે યુ.એસ. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે આજે અલાસ્કામાં એક મહત્વપૂર્ણ શિખર બેઠક યોજાઈ રહી છે. આ બેઠક માત્ર યુક્રેન યુદ્ધની દિશા જ નહીં, પરંતુ યુરોપિયન સુરક્ષાનું ભાવિ પણ નક્કી કરી શકે છે. આ બેઠક પર સમગ્ર વિશ્વની નજર છે.

આ પણ વાંચો…અલાસ્કા શાંતિ મંત્રણા પહેલા ટ્રમ્પે ફરી પુતિનને આપી ચેતવણી, કહ્યું નક્કર પરિણામ નહીં આવે તો…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button