Russia Ukrain War: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને કર્યો ફોન, યુદ્ધ વિરામ મુદ્દે ચર્ચા…

નવી દિલ્હી : રશિયા અને યુક્રેન (Russia Ukrain War)વચ્ચે યુદ્ધ વિરામ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત પ્રયાસ કરી રહ્યા છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની ટેલિફોનિક વાતચીત બાદ હવે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અમેરિકી રાષ્ટ્રપતિને ફોન કર્યો છે. આ બંને નેતાઓએ યુક્રેનમાં યુદ્ધવિરામના મુદ્દા પર ચર્ચા કરી. એવું માનવામાં આવે છે કે આ દરમિયાન ટ્રમ્પે ઝેલેન્સકીને પુતિન સાથેની તેમની વાતચીત વિશે પણ માહિતી આપી હતી.
આ પણ વાંચો : ઇઝરાયેલે યુદ્ધ વિરામ કરાર ઉથલાવ્યો; ગાઝામાં ઘાતક એર સ્ટ્રાઈક, 100 થી વધુના મોત
યુક્રેન ઊર્જા સુવિધાઓ પરના હુમલાઓને કામચલાઉ ધોરણે રોકવા સંમત
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, યુક્રેનના રાષ્ટ્રપતિ અને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ટેલિફોન પર વાતચીત કરી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મંગળવારે યુક્રેન ઊર્જા સુવિધાઓ પરના હુમલાઓને કામચલાઉ ધોરણે રોકવા સંમત થયા હતા.
પુતિને 30 દિવસના યુદ્ધ વિરામને નકાર્યો
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનમાં સંપૂર્ણ 30 દિવસના યુદ્ધવિરામને કરવાનો ઇનકાર કર્યો છે. આ શાંતિ કરારનો પ્રસ્તાવ ટ્રમ્પે પોતે પુતિન સમક્ષ મૂક્યો હતો. જેને તેમણે નકારી કાઢ્યો હતો. પરંતુ સંમત થયા હતા કે તેઓ વાટાઘાટો આગળ ચાલુ રાખશે. જોકે, મર્યાદિત યુદ્ધ વિરામની જાહેરાત થયાના થોડા કલાકો પછી બુધવારે મોસ્કો અને કિવે એકબીજા પર હવાઈ હુમલા કરવાનો આરોપ લગાવ્યો જેનાથી માળખાગત સુવિધાઓને નુકસાન થયું હતું.
પુતિન તેમના પ્રસ્તાવ સાથે સંમત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી કહી રહ્યા છે કે પુતિન તેમના પ્રસ્તાવ સાથે સંમત છે. પરંતુ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે ટ્રમ્પે તેમને ફોન કર્યો ત્યારે પુતિને તેમને વાત કરવા માટે એક કલાક રાહ જોવડાવી હતી. ટ્રમ્પે પાછળથી એ વાતની પણ પુષ્ટિ કરી છે કે તેમણે પુતિન સાથે વાત કરી છે અને તેઓ શાંતિ ઇચ્છે છે.
આ પણ વાંચો : યમનના હુથી બળવાખોરો પર યુએસની એર સ્ટ્રાઈક, 19 લોકોના મોત…
યુક્રેન ઉર્જા સુવિધાઓની યાદી પ્રદાન કરશે
મંગળવારે પુતિન અને ટ્રમ્પ વચ્ચે થયેલી વાતચીત બાદ રશિયાએ યુક્રેનના ઉર્જા માળખા પરના હુમલાઓ સ્થગિત કરી દીધા હતા. યુક્રેન જનારા ડ્રોનને હવામાં જ તોડી પાડ્યું હતું. જોકે, ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ સાથેની એક પ્રેસ કોન્ફરન્સમાં ઝેલેન્સકીએ કહ્યું કે પુતિનના શબ્દો પૂરતા નથી અને યુક્રેન ઉર્જા સુવિધાઓની યાદી પ્રદાન કરશે જેના લીધે અમેરિકા અને સાથી દેશો તેની પર દેખરેખ રાખવામાં મદદ કરશે. તે યુક્રેનમાં સંપૂર્ણ યુદ્ધવિરામ ઇચ્છે છે. પરંતુ પુતિનની શરતો પર યુદ્ધવિરામ નથી ઇચ્છતા.