અમેરિકાના ટેક્સાસમાં વિમાન દુર્ઘટનામાં બેના મોત

ઓડેસા (યુએસ) અમેરિકાના પશ્ચિમ ટેક્સાસની નજીક મંગળવારે એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં પાયલટ અને મુસાફરના મોત નીપજ્યા હતા. દુર્ઘટનાને પગલે જમીન પર ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં એક મહિલા ઘાયલ થઇ હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: Nepal helicopter crash: નેપાળમાં વધુ એક હવાઈ દુર્ઘટના, હેલિકોપ્ટર ક્રેશ થતા 5ના મોત
અધિકારીઓના જણાવ્યા અનુસાર સાક્ષીઓએ જણાવ્યું હતું કે ઓડેસા એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ વિમાન ઉંચાઇ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું અને પછી સવારે આશરે ૭ વાગ્યાની આસપાસ એક શેરીમાં દુર્ઘટનાગ્રસ્ત થતા પહેલા એક વીજળીની લાઇન સાથે અથડાયું હતું.
વિમાનમાં સવાર બે લોકોના મોત થયા હતા. એક્ટર કાઉન્ટી શેરિફ માઇક ગ્રિફિસે કહ્યું કે પાયલટે ઘરોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્લેન ક્રેશ થયા બાદ કેટલાક વિસ્ફોટોને કારણે જમીન પર વિકરાળ આગ ફાટી નીકળી હતી.
આ પણ વાંચો: કેટલીય દુર્ઘટનાઓ છતાં સેલ્ફીનો ક્રેઝ જતો નથી, જૂઓ સાતારામાં મહિલાની શું થઈ હાલત…
ઓડેસા ફાયર રેસ્ક્યૂ ચીફ જેસન કોટને જણાવ્યું કે કેટલાક ઘરો ઉપરાંત બેકયાર્ડની કેટલીક ઇમારતોમાં પણ આગ લાગી હતી. જેમાં એક મહિલા ઘાયલ થઇ હતી અને તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.
આશરે ૧૧૪,૦૦૦ની વસ્તી ધરાવતા શહેરમાં વાહનો, વાડ અને એક રેસ્ટોરન્ટને પણ નુકસાન થયું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે વિમાન સેસના સિટેશન બિઝનેસ જેટ હતું. આ ઘટનાની એફએએ અને નેશનલ ટ્રાન્સર્પોટેશન સેફ્ટી બોર્ડ તપાસ કરશે.