World politics: પ્રિયંકા ગાંધીને સતાવે છે ગાઝાના ભાઇ બહેનોની ચિંતા
નવા વર્ષની ઉજવણીને લઇને વર્લ્ડ લીડર્સની કરી ઝાટકણી

નવી દિલ્હી: દેશ વિદેશમાં નવા વર્ષની ઉજવણી થઇ રહી છે. દરમિયાન કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ નવા વર્ષમાં વર્લ્ડ લિડર્સ પર નિશાનો સાધ્યો છે. તેમણે ઇઝરાયેલ-હમાસના યુદ્ધમાં ગાઝા પર થયેલ કાર્યવાહીની વાત કરી હતી. અને એ પીડિતોના દુ:ખની વાત કરી હતી.
પ્રિયંકાએ કહ્યું કે, જરા ગાઝાના ભાઇ-બહેનોને પણ યાદ કરી લો. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, આપડે નવા વર્ષની શરુઆતની ઉજવણી કરી એકબીજાને શુભેચ્છા પાઠવીએ છે કે આપણા જીવનમાં પ્રેમ, શાંતિ અને ખુશી વહેતી રહે. તો આવા સમયે ચાલો આપણે ગાઝાના આપડાં ભાઇ-બહેનોને યાદ કરીએ જે પોતાના જીવન, સન્માન અને સ્વતંત્રતાના અધિકાર પર સૌથી મોટા અન્યાયભર્યા અને અમાનવીય હુમલાનો સામનો કરી રહ્યાં છે.
પ્રિયંકાએ તેમની પોસ્ટમાં લખ્યું હતું કે એક તરફ આપણા બાળકો ઉત્સવ ઉજવી રહ્યાં છે, તો બીજી બાજુ ગાઝામાં બાળકોની અમાનવીય રીતે હત્યા થઇ રહી છે. દુનિયાના કહેવાતા નેતાઓ આ બધુ જોઇને પણ ચૂપ બેઠા છે. સત્તાની લાલચમાં બેદરકાર બની આગળ વધી રહ્યાં છે. છતાં એવા ઘણાં લોકો છે જે ગાઝામાં થઇ રહેલ ભયાનક હિંસાને બંધ કરવાની માંગણી કરીને અવાજ ઉઠાવી રહ્યાં છે. બહાદુર હૃદયવાળા એ લાખો લોકો અપડાં માટે નવી આવતીકાલ લઇને આવ્યા છે. એમાંથી એક બનો.