ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

દુનિયાનું સૌથી તાકતવર  સ્ટારશિપ રોકેટ ફરી ક્રેશ થયું, અવકાશમાં નિયંત્રણ ગુમાવ્યું

ટેક્સાસ: ઇલોન મસ્કની કોમર્શિયલ સ્પેસ ફ્લાઇટ કંપની સ્પેસએક્સનું  સ્ટારશિપ રોકેટ લોન્ચ ફરી નિષ્ફળ ગયું  છે. તેમજ આ અવકાશયાન નિયંત્રણ બહાર ગયું અને ટુકડા થઈ ગયું. યુએસથી ક્રુ વગરના રોકેટને લોન્ચ કર્યાના 30 મિનિટ બાદ નિયંત્રણ ગુમાવ્યું હતું. આ રોકેટ ઓનબોર્ડ ઇંધણ લીક થવાથી અવકાશમાં અનિયંત્રિત થયું હતું. જેમાં મેગા-રોકેટ નિર્ધારિત સમય કરતાં વહેલા વાતાવરણમાં ફરી પ્રવેશ્યું હતું. 

અવકાશયાન તૂટી ગયું અને વિસ્ફોટ થયો

મળતી માહિતી મુજબ 123 મીટર લાંબા રોકેટે ટેક્સાસના દક્ષિણ છેડે આવેલા સ્પેસએક્સના લોન્ચ સાઇટ સ્ટારબેઝ પરથી તેની નવમી ‘પ્રાયોગિક’ ઉડાન ભરી હતી. લોન્ચ બાદ અવકાશયાનનો દરવાજો સંપૂર્ણપણે ખુલી શક્યો નહીં અને પરીક્ષણ નિષ્ફળ ગયું. તેની બાદ અવકાશયાન અવકાશમાં ફરતી વખતે નિયંત્રણ બહાર ગયું અને હિંદ મહાસાગરમાં પડી ગયું અને નાશ પામ્યું.

સ્પેસએક્સ એ પાછળથી પુષ્ટિ કરી કે અવકાશયાન ટુકડા થઈ ગયું અને વિસ્ફોટ થયો. કંપનીએ એક ઓનલાઈન નિવેદનમાં કહ્યું, ટીમ ડેટાની સમીક્ષા કરવાનું ચાલુ રાખશે અને આગામી પરીક્ષણ માટે કામ કરશે.

આપણ વાંચો:  ટ્રમ્પે લાખો ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકોઃ અમેરિકાએ સ્ટુડન્ટ વિઝા પર લગાવી રોક, આપ્યો આવો આદેશ

સ્ટારશિપનો કાટમાળ એટલાન્ટિક પર બળીને નાશ પામ્યો

સ્પેસએક્સના ચીફ એક્ઝિક્યુટિવ ઇલોન મસ્કે એક્સ પર પોસ્ટ કરી હતી કે અગાઉની બે નિષ્ફળતાઓમાંથી શીખીને આ પરીક્ષણમાં મોટા સુધારા કરવામાં આવ્યા છે. અગાઉના પરીક્ષણમાં સ્ટારશિપનો કાટમાળ એટલાન્ટિક પર બળીને નાશ પામ્યો હતો. તાજેતરની નિષ્ફળતા છતાં મસ્કે વધુ એક લોન્ચની ખાતરી આપી છે.

ફ્લાઇટ કોમેન્ટેટરે કહ્યું અવકાશયાનના ટુકડા થયા

મસ્કના સ્ટારશિપને ચંદ્ર અને મંગળ પર મુસાફરી કરવા માટે મોકલવામાં આવશે. સ્પેસએક્સના ફ્લાઇટ કોમેન્ટેટર ડેન હ્યુએટે કહ્યું, એક સમયે બૂસ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો અને અવકાશયાન ટુકડા થઈ ગયું અને મેક્સિકોના અખાતમાં પડી ગયું. જ્યારે અવકાશયાન હિંદ મહાસાગર તરફ જઈ રહ્યું હતું. તેની બાદ આ રોકેટ ઓનબોર્ડ ઇંધણ લીક થવાથી અવકાશમાં અનિયંત્રિત થયું હતું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button