America માં મોટી પ્લેન દુર્ઘટના, અનેક લોકોના મોત અને જંગલમાં ભીષણ આગ

America માં મોટી પ્લેન દુર્ઘટના, અનેક લોકોના મોત અને જંગલમાં ભીષણ આગ

જિલેટઃ નેપાળ બાદ હવે અમેરિકામાં(America)પણ એક મોટી વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. આ પ્લેન દુર્ઘટનાના પગલે જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જો કે હજુ સુધી મૃત્યુનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી. આ અકસ્માત અમેરિકાના વ્યોમિંગ રાજ્યમાં થયો છે જ્યાં એક પ્લેન ક્રેશ થયું છે. જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના પરિણામે તેમાં સવાર ઘણા લોકોના મોત થયા હતા. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. આ પહેલા નેપાળમાં હાલમાં જ રનવે પર એક મોટી પ્લેન ક્રેશ થઈ હતી. જેમાં 18 લોકોના મોત થયા હતા.

પાઇલટે એક ઇમરજન્સી સંદેશ મોકલ્યો હતો

કેમ્પબેલ કાઉન્ટીના અધિકારીઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટના બપોરે 1 વાગ્યાની આસપાસ થઈ હતી કારણ કે વિમાન વ્યોમિંગની સરહદ નજીક આવેલા જીલેટ શહેરની ઉપરથી ઉડી રહ્યું હતું. તેમણે કહ્યું કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા હજુ સ્પષ્ટ નથી. કેમ્પબેલ કાઉન્ટીના અંડરશેરીફ ક્વેન્ટિન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે ક્રેશ થતાં પહેલાં પાઇલટે એક ઇમરજન્સી સંદેશ મોકલ્યો હતો જે દર્શાવે છે કે પ્લેનમાં કંઈક ખોટું છે.

| Also Read: રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાની સંભાવના, પીએમ મોદી જશે યુક્રેન

અકસ્માત સ્થળે આગ અને ધુમાડો

રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે આ વિસ્તારના લોકોએ પાછળથી ફોન કર્યો હતો અને સંભવિત ક્રેશ સાઇટની નજીક ધુમાડો નીકળતો જોઈને જાણ કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્લેન ક્રેશ થવાથી જીલેટની આસપાસના જંગલોમાં આગ લાગી હતી. તેમણે કહ્યું કે એરક્રાફ્ટની મદદથી વિસ્તારમાં પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે દુર્ઘટનાની તપાસ માટે એક ટીમ ઘટના સ્થળે મોકલી છે.

Back to top button