ફ્રાંસના રાષ્ટ્રપતિ Emmanuel Macronને દિલ્હીમાં નિઝામુદ્દીન દરગાહની મુલાકાત લીધી
નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથી ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન શુક્રવારે સાંજે દિલ્હીમાં નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ પહોંચ્યા હતા. ગઈ કાલે સવારે ઈમેન્યુઅલ મેક્રોને દિલ્હીના કર્તવ્ય પથ પર આયોજિત પરેડ નિહાળી હતી. તેમણે કહ્યું કે રાત્રે પોણા દસ વાગે દેશના 700 વર્ષ જૂના સૂફી સંસ્કૃતિના કેન્દ્રમાં પહોંચ્યા અને અડધા કલાકથી વધુ સમય સુધી ત્યાં વિતાવ્યો.
આ દરગાહ પ્રખ્યાત સૂફી સંત નિઝામુદ્દીન ઓલિયા અને તેમના શિષ્ય અમીર ખુસરોની કબર છે. અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમના ફ્રેન્ચ સમકક્ષ મેક્રોનનું સ્વાગત કર્યું હતું અને તેમના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું.
શુક્રવારે, ભારતના 75માં પ્રજાસત્તાક દિવસના અવસરે, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દેશના ગૌરવને પ્રદર્શિત કરતી પરેડના સાક્ષી બન્યા હતા. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાનમંડળના સભ્યો, વિદેશી રાજદ્વારીઓ અને મહાનુભાવો સાથે લશ્કરી પરેડ અને સાંસ્કૃતિક ઝાંખી નિહાળી હતી. આ છઠ્ઠી વખત છે જ્યારે કોઈ ફ્રેન્ચ નેતાને ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.