બાંગ્લાદેશમાં સતત પાંચમી વખત શેખ હસીના શા માટે સત્તામાં આવ્યા?
ઢાકા: બાંગ્લાદેશમાં ફરી એકવાર શેખ હસીનાની સરકાર સત્તા પર આવી ગઈ છે. તેણે દેશમાં સતત ચોથી વખત જીત મેળવી છે. અગાઉ દેશમાં ખાલિદા ઝિયાની સરકાર હતી. ત્યારે આ જીત સાથે શેખ હસીના બાંગ્લાદેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડા પ્રધાન બની જશે. જો કે આ વખતે વિરોધ પક્ષોએ સામાન્ય ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
બાંગ્લાદેશમાં શેખ હસીનાની અવામી લીગ પાર્ટીએ છૂટાછવાયા હિંસા અને મુખ્ય વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને તેના સાથી પક્ષો દ્વારા બહિષ્કારના કારણે સામાન્ય ચૂંટણીઓમાં જંગી જીત મેળવી હતી. હસીનાની પાર્ટીએ 300 બેઠકોની સંસદમાં 223 બેઠકો જીતી હતી. જો કે 299 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. ઉમેદવારના મૃત્યુને કારણે ક બેઠક પર બાદમાં પેટાચૂંટણી થશે.
ખાલિદા ઝિયાના પતિ ઝિયા-ઉર-રહેમાન બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. તેઓ લશ્કરી શાસકમાંથી રાજકારણી હતા. ઝિયા પર તેના પતિના નામે બનેલા અનાથાશ્રમમાંથી ભંડોળની ઉચાપત કરવાનો આરોપ છે. તેને ભ્રષ્ટાચારના બે આરોપોમાં 2020માં 17 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. બાદમાં ઝિયાને જામીન મળ્યા હતા. પરતું હાલ તે નજરકેદ છે. અને તેમણે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીની રચના કરી છે. બાંગ્લાદેશમાં ખાલિદ ઝિયાની સરકારનો કાર્યકાળ 1991 થી 1996 અને 2001 થી 2006 સુધીનો હતો.
જ્યારે ખાલિદ ઝિયા ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં ગયા ત્યારે પાર્ટીમાં નેતૃત્વ કરે તેવું કોઈ જ નહોતું. આથી બાદમાં BNPએ જમાત-એ-ઈસ્લામી સાથે ગઠબંધન કર્યું, ત્યારબાદ બાંગ્લાદેશમાં BNPની લોકપ્રિયતા ઘટતી ગઈ અને પાર્ટી 15 વર્ષથી વધુ સમયથી એક પણ ચૂંટણી જીતી શકી નથી. આ ઉપરાંત ખાલિદા ઝિયા પર વિદેશી દાનની ઉચાપત કરવાનો પણ આરોપ છે. તેમનો પુત્ર તારિક રહેમાન લંડનમાં નિર્વાસિત જીવન જીવે છે. શેખ હસીનાના હત્યાના કાવતરામાં તારિક પકડાયો હતો ત્યારથી તે લંડન ભાગી ગયો છે. આમ માતા અને પુત્રની ગેરહાજરીથી આખો પક્ષ નબળો પડી ગયો છે. ખાલિદા ઝિયા 1991 થી 1996 સુધી પીએમ હતા. જે બાદ શેખ હસીના પીએમ બન્યા અને 1996 થી 2001 સુધી પીએમ રહ્યા. ત્યારબાદ ખાલિદ ઝિયા ફરી સત્તામાં આવ્યા અને તેમણે 2001થી 2006 સુધી સરકાર ચલાવી હતી. બાદમાં 2009માં શેખ હસીના બીજી વખત પીએમ બન્યા અને સતત જીતી રહ્યાં છે.