ઈરાની મિસાઈલો સામે ઈઝરાયલનો આયર્ન ડોમ કેમ નિષ્ફળ?

તેલ અવીવઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. ઈરાને ઈઝરાયલ પર 100થી વધારે બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈઝરાયલના આયરન ડોમને પણ નુકસાન થયું હતું.
ઈરાને ઈઝરાયલના તેલ અવીવ, જેરુસલેમ અને ડિમોના પરમાણુ રિએક્ટરને નિશાન બનાવ્યા હતા. આ મિસાઈલોમાં ફતહ-1, ફતહ-2, ખોરમશહર-4, ઈમાદ અને કદ્ર જેવી બેલેસ્ટિક મિસાઈલો હતી. જેમાં કેટલીક હાઈપરસોનિક હતી. તેની ગતિ 15000-18000 કિમી પ્રતિ કલાક હતી, જે ઈઝરાયલની ડિફેન્સ સિસ્ટમ માટે પડકારજનક સાબિત થઈ હતી.
ઈઝરાયલના સરકારી આંકડા મુજબ મિસાઈલ ઈઝરાયલની અંદર 30 જગ્યા પર ત્રાટકી હતી. જેમાં આયરન ડોમ પૂરી રીતે નાશ પામ્યો હતો. જેના પરથી ઈઝરાયલ ઈરાનની નવી મિસાઈલને રોકવા સક્ષમ નથી તે સાબિત થયું હતું.
આયરન ડોમ શોર્ટ રેન્જની મિસાઈલ અને ડ્રોનને તોડી પાડવા ડિઝાઈન કરવામાં આવી છે. જે આ વખતે ઈરાનની મિસાઈલ સામે લાચાર સાબિત થયા હતા. ઈરાનની હાઈપરસોનિક મિસાઈલોને રોકવી ઈઝરાયલ માટે મુશ્કેલ થયું હતું.
મિડલ ઈસ્ટમાં વધુ એક યુદ્ધ શરુ થઈ ગયું છે, જ્યાં ઈરાન અને ઈઝરાયલ આમનેસામને આવી ગયા છે. ઈઝરાયલ ઈરાન પર હુમલો કરીને પરમાણુ ઠેકાણાને નુકસાન પહોંચાડી રહ્યું છે, જ્યારે બંને દેશ વચ્ચેના યુદ્ધની અસર દુનિયાના દેશો પર જોવા મળી શકે છે, જ્યારે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થઈ શકે. અલબત્ત, ક્રૂડ ઓઈલના ભાવ વધીને બેરલદીઠ 300 ડોલરે પહોંચી શકે, જેનાથી વૈશ્વિકસ્તરે જાહેર જનજીવન પર અસર થશે.
આ પણ વાંચો…ઇઝરાયલના ડરથી ઈરાનની રાજધાની તેહરાનમાં ફફડાટ: લાખો લોકો શહેર છોડી રહ્યા છે