રશિયા પાસેથી ચીન પણ પેટ્રોલિયમ ખરીદે છે, તો ભારત સામે જ પગલા કેમ? ટ્રમ્પે આપ્યો આવો જવાબ

વોશિંગ્ટન ડીસી: યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરીફ લાગુ કરીને મોટો ઝટકો આપ્યો છે. ભારત રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદતું હોવાથી નારાજ ટ્રમ્પે ભારત પર વધુ ટેરીફ લાદ્યો છે. અગાઉ ટ્રમ્પને જવાબ આપતા ભારતે કહ્યું હતું કે અન્ય ઘણા દેશો રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદે છે અને યુએસ પણ રશિયા સાથે વેપાર કરે છે. ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે ભારતને જ કેમ નિશાન બનાવવામાં આવી રહ્યું છે?
વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પને ભારત પર ટેરિફ બમણો કરીને 50 ટકા કરવા અંગે સવાલ પૂછવામાં આવ્યા. જવાબમાં ટ્રમ્પે કહ્યું, “માત્ર 8 કલાક થયા છે. આપણે જોઈએ શું થાય છે. તમને ઘણું બધું જોવા મળશે…ઘણા બધા દેશો પર વધારાના પ્રતિબંધો લાગવવામાં આવશે.”
ટ્રમ્પને ખાસ કરીને ચીનના રશિયા સાથે વ્યાપાર અંગે પૂછવામાં આવ્યું. એક પત્રકારે સવાલ પૂછ્યો કે શું તેઓ ચીન પર પણ ટેરિફ વધારવાનું વિચારી રહ્યા છે? ટ્રમ્પે કહ્યું, “થઈ શકે છે. અમારે એ કેવી રીતે કરીએ છીએ તેના પર આધાર રાખે છે. થઈ શકે છે.”
અગાઉ રિપબ્લિકન પાર્ટીના નેતા નિક્કી હેલીએ કહ્યું હતું “ભારતે રશિયા પાસેથી પેટ્રોલિયમ ન ખરીદવું જોઈએ. પરંતુ ચીન રશિયન અને ઈરાનના પેટ્રોલિયમનો નંબર ખરીદનાર છે, 90 દિવસનો ટેરિફ પોઝ મળ્યો. ભારત જેવા મજબૂત સાથી સાથેના સંબંધોને બગાડીને ચીનને છૂટ ન આપવી જોઈએ.”
આ પણ વાંચો…ભારતના જવાબ બાદ ટ્રમ્પની આંખ ઉઘડી; કહ્યું મને એ વિષે ખબર નથી, તપાસ કરવી પડશે…