PM મોદીના ખાસ મિત્ર નેતન્યાહૂ સામે કોણે જાહેર કર્યું ધરપકડ વોરંટ? જાણો શું લગાવ્યો આરોપ

ઇઝરાયલઃ પીએમ મોદીના ખાસ મિત્ર અને ઇઝરાયલના વડા પ્રધાન બેંજામિન નેતન્યાહૂ અને તેમની સરકારના વરિષ્ઠ અધિકારીઓ સામે કથિત નરસંહાર બદલ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. તુર્કીએ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિદેવનમાં 37 શંકાસ્પદોમાં ઇઝરાયલના રક્ષા પ્રધાન કાટ્સ, રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન બેન ગ્વીર અને સેના પ્રમુખ લેફ્ટિનેંટ જનરલ ઇયાન જમીર સામેલ છે.
તુર્કીએ દ્વારા ઇઝરાયલ પર નરસંહારનો આરોપ લગાવવામાં આવ્યો છે. નિવેદનમાં ચાલુ વર્ષે માર્ચ મહિનામાં ઇઝારયેલ બોમ્બમારો કરીને નિશાન બનાવવામાં આવેલી હૉસ્પિટલનો પણ ઉલ્લેખ છે. ગત વર્ષે તુર્કીએ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ઇઝરાયલ પર નરસંહારનો આરોપ લગાવીને સાઉથ આફ્રિકા મુદ્દે તેમનું સમર્થન આપ્યું હતું.
ઇઝરાયલે શું કહ્યું
ઇઝરાયલ દ્વારા આ વોરંટને પીઆર સ્ટંટ ગણાવાયું હતું. ઇઝરાયલના વિદેશ પ્રધાન ગિદોન સારે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને તેને પીઆર સ્ટંટ ગણાવીને વખોડી કાઢ્યું હતું.
આ પણ વાંચો…નેતન્યાહૂએ ગાઝા પર હુમલાનો આદેશ; ગાઝામાં 30 પેલેસ્ટિનિયન નાગરિકોના મોત…



