કોણ છે નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસ ? જેમને Bangladesh ની કમાન સોંપવાની કરવામાં આવી રહી છે માંગ

ઢાકા : બાંગ્લાદેશ(Bangladesh)અત્યારે હિંસાની આગમાં સળગી રહ્યું છે. અનામત વિરોધી વિરોધ અને હિંસક અથડામણો વચ્ચે દેશમાં બળવો થયો. વડા પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યું અને રાજધાની ઢાકાથી ભારત આવી ગયા. હાલમાં સેનાએ દેશની કમાન સંભાળી છે. દરમિયાન, ભેદભાવ વિરોધી વિદ્યાર્થી ચળવળના સંયોજકોએ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને સરકારના મુખ્ય સલાહકાર અથવા તો કેરટેકર પીએમ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
દેખાવકારોના નેતાઓને મળશે
ફેસબુક પર જાહેર કરાયેલા એક વીડિયોમાં આંદોલનકારીઓના નેતાઓએ મંગળવારે વહેલી સવારે આ પ્રસ્તાવની જાહેરાત કરી હતી. તેમણે વચગાળાની સરકાર માટેની યોજનાની રૂપરેખા આપી છે, જેમાં નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસને મુખ્ય સલાહકાર નિયુક્ત કરવાનો પ્રસ્તાવ છે. જ્યારે બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાન આજે સ્થાનિક સમય અનુસાર બપોરે 12 વાગ્યે દેખાવકારોના નેતાઓને મળશે.
કોણ છે મોહમ્મદ યુનુસ?
મોહમ્મદ યુનુસનો જન્મ 28 જૂન, 1940ના રોજ થયો હતો. તે બાંગ્લાદેશના સામાજિક ઉદ્યોગસાહસિક, બેંકર, અર્થશાસ્ત્રી અને સામાજિક નેતા છે. યુનુસને 2006 માં ગરીબી નાબૂદી માટેના તેમના વિશેષ પ્રયાસો માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. યુનુસને ગરીબી નાબૂદીમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. યુનુસે 1983માં ગ્રામીણ બેંકની સ્થાપના કરી હતી, જે ગરીબ લોકોને નાની લોન આપે છે. બાંગ્લાદેશને તેની ગ્રામીણ બેંક દ્વારા માઇક્રોક્રેડિટ માટે વિશ્વભરમાં પ્રશંસા મળી. આ કારણે બાંગ્લાદેશમાં મોટી સંખ્યામાં લોકોનું જીવનધોરણ ઊંચું લાવવામાં સફળતા મળી હતી.
અનેક પુરસ્કારોથી સન્માનિત
2009 માં, તેમને યુનાઇટેડ સ્ટેટ્સ પ્રેસિડેન્શિયલ મેડલ ઑફ ફ્રીડમ એનાયત કરવામાં આવ્યો હતો. 2010માં તેમને કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેને અન્ય ઘણા એવોર્ડ પણ મળ્યા છે.
આ હોદ્દાઓ સંભાળ્યા
2011 માં તેમણે યુનુસ સોશિયલ બિઝનેસ – ગ્લોબલ ઇનિશિયેટિવ્સની સાસ્કિયા બ્રુસ્ટન, સોફી આઇઝેનમેન અને હેન્સ રીટ્ઝ સાથે મળીને સહ-સ્થાપના કરી. 2012 માં, તેમને ગ્લાસગો કેલેડોનિયન યુનિવર્સિટી, સ્કોટલેન્ડના ચાન્સેલર બનાવવામાં આવ્યા હતા. તેઓ 2018 સુધી આ પદ પર રહ્યા. 1998 થી 2021 સુધી, તેમણે સંયુક્ત રાષ્ટ્ર ફાઉન્ડેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય તરીકે પણ સેવા આપી હતી.
ગ્રામીણ બેંકની સ્થાપના
1961 થી 1965 સુધી, તેમણે બાંગ્લાદેશની ચિત્તાગોંગ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો, તેમણે વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું. બાંગ્લાદેશમાં તેમણે ગ્રામીણ બેંકની સ્થાપના કરી અને માઇક્રો લોન પ્રોગ્રામ પણ શરૂ કર્યો. 18 ફેબ્રુઆરી 2007ના રોજ, મોહમ્મદ યુનુસે નાગરિક શક્તિ નામના રાજકીય પક્ષની રચના કરી. મોહમ્મદ યુનુસને શ્રમ કાયદાના ઉલ્લંઘનના આરોપમાં આ વર્ષે બાંગ્લાદેશની કોર્ટે છ મહિનાની જેલની સજા પણ ફટકારી હતી. જોકે બાદમાં માર્ચમાં તેને જામીન મળી ગયા હતા.
આ આરોપો છે
નોબેલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર મોહમ્મદ યુનુસને પણ 23 લાખ ડોલરની ઉચાપતના કેસમાં જેલની સજા ફટકારવામાં આવી છે. ગ્રામીણ ટેલિકોમ પાસે બાંગ્લાદેશની સૌથી મોટી મોબાઈલ ફોન ઓપરેટર ગ્રામીણ ફોનમાં 34.2 ટકા હિસ્સો છે. ગ્રામીણફોન નોર્વેની ટેલિકોમ જાયન્ટ ટેલિનોરની પેટાકંપની છે. વધુમાં આરોપોમાં 250 મિલિયનથી વધુની ઉચાપત અને મની લોન્ડરિંગનો સમાવેશ થાય છે.
Also Read –