કોણ છે ભારતીય સંગીતની દિવાની ‘કાસમી’?
જેના મધુર અવાજનો ઉલ્લેખ પીએમ મોદીએ 'મન કી બાત'માં કર્યો

મન કી બાતના 105મા એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંગીત હવે વૈશ્વિક બની રહ્યું છે. ભારતીય સંગીત અંગે તેમણે જર્મનીની દિવ્યાંગ પુત્રી કાસમી વિશે જણાવ્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું હતું કે કાસમી ક્યારેય ભારત આવી નથી પરંતુ તે ભારતીય સંગીતની દિવાની છે. કાસમી વિશે જણાવતા તેમણે તેનું એક ગીત પણ શેર કર્યું જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
મન કી બાતમાં, પીએમ મોદીએ ભારતીય સંગીતના વખાણ કરતી જર્મન છોકરી કાસમીનો ઓડિયો પણ શેર કર્યો હતો. કાસમીનો ઓડિયો શેર કરતી વખતે પીએમ મોદીએ તેમના સુરીલા અવાજથી પરિચય કરાવ્યો હતો અને કહ્યું હતું કે 21 વર્ષીય કાસમી જન્મથી જ જોઈ શકતી નથી. તેણે ક્યારેય ભારત જોયું પણ નથી. તેને ભારતીય સંગીતમાં આટલો બધો રસ છે. જર્મનીની રહેવાસી કાસમીનો ભારતીય સંગીતમાં રસ ખૂબ જ પ્રેરણાદાયક છે.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે કાસમી જન્મથી જ અંધ છે, પરંતુ આ મુશ્કેલ પડકાર પણ તેમને આ અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરતા રોકી શક્યો નહીં. સંગીત અને સર્જનાત્મકતા પ્રત્યેનો તેમનો શોખ એવો હતો કે તેમણે બાળપણથી જ ગાવાનું શરૂ કર્યું હતું. કાસમીએ માત્ર 3 વર્ષની ઉંમરે આફ્રિકન ડ્રમ વગાડવાનું શરૂ કર્યું હતું. 5-6 વર્ષ પહેલા જ તેમણે ભારતીય સંગીતમાં રસ લેવાનું શરૂ કર્યું હતું. ભારતના સંગીતે તેને એટલી બધી મંત્રમુગ્ધ કરી કે તે તેમાં સંપૂર્ણપણે મગ્ન થઈ ગઈ. કાસમી તબલા વગાડતા પણ શીખી છે.
સૌથી પ્રેરણાદાયી બાબત એ છે કે તેણે ઘણી ભારતીય ભાષાઓમાં ગાવામાં નિપુણતા મેળવી છે. સંસ્કૃત, હિન્દી, મલયાલમ, તમિલ, કન્નડ કે આસામી, બંગાળી, મરાઠી, ઉર્દુ, આ તમામ ભાષામાં તેમણે ગાયું છે. તમે કલ્પના કરી શકો છો કે જો કોઈને બીજી અજાણી ભાષાની બે-ત્રણ લીટીઓ બોલવી પડે તો તે કેટલું મુશ્કેલ છે, પરંતુ કાસમી માટે તે ડાબા હાથની રમત સમાન છે.