ઇન્ટરનેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

X પર શરુ થયું WhatsApp જેવું ફીચર, આ યુઝર્સ ઉપયોગ કરી શકાશે

નવી દિલ્હી: અમેરિકન બિલિયોનેર Elon Musk ટ્વિટર ટેકઓવર કર્યા બાદ માઈક્રો બ્લોગીંગ સાઈટ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ટેકઓવર કરતાની સાથે જ મસ્કે ટ્વિટરનું નામ બદલી X કરી નાખ્યું, ત્યાર બાદ ધીમે ધીમે નવા ફીચર્સ જોડવામાં આવ્યા. હવે X પર વધુ એક મહત્વનું ફીચર (New Feature) જોડવામાં આવ્યું છે, જેની યુઝર્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

અહેવાલ મુજબ X યુઝર્સ તેમને મોકલેલા ડાયરેક્ટ મેસેજ એટલે કે DMને એડિટ પણ કરી શકશે. કંપનીએ તેના ઓફિશિયલ હેન્ડલ દ્વારા આ ફીચરની જાહેરાત કરી છે. Xનું આ ફીચર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપના મેસેજ એડિટિંગ ફીચરની જેમ પણ કામ કરશે, જેમાં કોઈ પણ મોકલેલા મેસેજને થોડા સમય સુધી એડિટ કરી શકાય છે.

ઝુકરબર્ગની મેટા સાથે કોમ્પિટિશનને ધ્યાનમાં રાખતા મસ્કે X પર ઘણા ફેરફાર કર્યા છે. યુઝર્સ હવે આ પ્લેટફોર્મ પર લાંબા અને ટૂંકા વીડિયો અપલોડ કરી શકશે. ઉપરાંત, યુઝર્સ તેમની કોઈપણ પોસ્ટને એડિટ પણ કરી શકશે. એટલું જ નહીં પોસ્ટમાં કેરેક્ટર લિમિટ પણ વધારી દેવામાં આવી છે. જો કે, X ની કેટલીક સર્વિસનો ઉપયોગ કરવા માટે, તમારી પાસે પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન હોવું જરૂરી છે.

Xએ તેની પોસ્ટમાં આ ફીચરનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. X માં DM એડિટ કરવાની સુવિધા હાલમાં iOS વપરાશકર્તાઓ માટે જ રોલઆઉટ કરવામાં આવી છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સે તેમના iPhone પર Xનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવું પડશે. આ પછી જ તેઓ તેનો ઉપયોગ કરી શકશે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button